“કટ્ટર ઈમાનદાર” હોવાનો દાવો કરતા કેજરીવાલનો વધુ એક ફેક દાવો ખુલ્લો પડી ગયો

નવી દિલ્હીઃ કટ્ટર ઈમાનદારીની હવાઈઓ છોડનાર આમ આદમી પાર્ટીના કન્વીનર વધુ એક વખત ફેક ન્યૂઝ ફેલાવતા રંગે હાથ ઝડપાઈ ગયા છે.

કેજરીવાલે ગઈકાલે યુકેની સામાન્ય ચૂંટણીમાં પોતાની અસરની ઝલક દેખાતી હોવા અંગેના એક ફેક સમાચાર પેજને પોતાના જ ટ્વિટર હેન્ડલ ઉપર શૅર કર્યું હતું.

એ વાત અલગ છે કે યુકેમાં હાલ કોઈ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ માત્ર નવા વડાપ્રધાનની પસંદગી થઈ રહી છે. પણ આ વાત કેજરીવાલના ચલતાપૂર્જા જેવા સમર્થકોને ખબર ન હોય એટલે એમણે યુકેમાં સામાન્ય ચૂંટણીના નામે “સમાચાર” બનાવી દીધા અને આઈઆઈટી પાસ ખાતા અને જવાબદારી વિનાના મુખ્યપ્રધાને એ કથિત સમાચારે પોતાની ટાઇમલાઇન ઉપર શૅર પણ કરી દીધા!

પરંતુ ભારત હવે ભૂતકાળનું ઊંઘતું ભારત નથી. જાગ્રત નાગરિકો થોડા કલાકમાં જ કથિત સમાચાર પેજનો પર્દાફાશ થઈ ગયો.

વાસ્તવમાં આમ આદમી પાર્ટીના ઉત્તરાખંડના મહિલા કાર્યકર ડિંપલ સિંહ નવેમ્બર 2020માં ફેસબુક પર એક પેજ બનાવ્યું હતું. જાન્યુઆરી 2021માં તેમણે એ પેજનું નામ બદલીને વિકાસનગર કી આવાજ કરી દીધું. ત્યારપછી ડિસેમ્બર 2021માં તેમણે એ જ પેજનું નામ રાજપુર રોડ કી આવાજ કર્યું. અને છેવટે ગયા મહિને એટલે કે 14 જુલાઈ, 2022ના રોજ આપની આ મહિલા કાર્યકરે પોતાના પેજનું નામ ન્યૂઝ 24 ઈન્ડિયા કરી નાખ્યું.

પત્રકારત્વના નામે આ કેટલી મોટી છેતરપિંડી છે એ સમજવાનું અઘરું નથી. છતાં આમ આદમી પાર્ટીનો જન્મ અને પ્રગતિ નકલી બાબતો ઉપર જ થયેલા છે. અને તેને આઈઆઈટીઅન કેજરીવાલ રોકવાને બદલે પ્રોત્સાહન આપે છે.

અગાઉ કહ્યું તેમ, યુકેમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ વર્તમાન વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રાજીનામું આપેલું હોવાથી બ્રિટનના સત્તાધારી રૂઢિચૂસ્ત પક્ષમાં વડાપ્રધાનપદ માટે નવા નેતાની પસંદગીની પ્રક્રિયા થઈ રહી છે. આ પદ માટે ભારતીય મૂળના ઋષિ સુનક પણ છે. ઋષિ સુનકે એક ડિબેટમાં એમ કહ્યું હતું કે પોતે કોઈ ખોટા વાયદા કરવાને બદલે હારવાનું પસંદ કરશે. પણ આ વાતને કેજરીવાલના અનુયાયીઓ યોગ્ય રીતે સમજી શક્ય નહીં અને સમાચારના નામે એવું લખી નાખ્યું કે, યુકેની સામાન્ય ચૂંટણીમાં કેજરીવાલના વિચારોની અસર થઈ રહી છે!

દેશ ગુજરાત

તાજેતર ના લેખો