૧૬ નગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન માટે કુલ રૂપિયા ૮ર.ર૪ કરોડની ફાળવણી થશે
August 17, 2022
ગાંધીનગરઃ રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતાને ધ્યાનમાં લઈને નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાના નિર્ણયના સંદર્ભમાં રાજ્યની છોટાઉદેપૂર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
છોટાઉદેપૂરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પ.૧પ કરોડ રૂપિયાનાં કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ૧પ લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી સમગ્રતયા પ.૪૮ કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩ર જિલ્લાઓમાં ૩ર નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩ર વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ ૨૦રર-ર૩માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની ૧૬ નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. પ.૧૪ કરોડ પ્રમાણે રૂ. ૮ર.ર૪ કરોડની સૈદ્ધાંતિક અનૂમતિ મળેલી છે. ઉપરાંત ર૦રર-ર૩ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા ૧ કરોડ પ્રમાણે રૂ. ૧૬ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
દેશ ગુજરાત
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- MSU Vadodara Raises Local Quota to 95% in Commerce Faculty, Introduces Entrance Test for Admission
- Dilip Buildcon Secures ₹698 Crore Narmada Flood Protection Project in Bharuch
- Tweeples school Mahua Moitra over her remarks questioning Gujaratis’ contribution to freedom struggle
- Hours-long wait for boats, no entry for unregistered pilgrims, trigger protests at Uttarvahini Narmada Parikrama venue
- Ahmedabad to Get Key Flyover Bridge on March 29
