લવ જેહાદ અને ધર્માંતર સામે ડીસામાં રોષ ફાટી નીકળ્યો, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

ડીસાઃ ઉત્તર ગુજરાતના ડીસામાં આજે હજારો લોકોએ પ્રચંડ રેલી યોજીને લવજેહાદ અને ધર્માંતર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ અનુસાર ડીસાના માલગઢ ગામે માળી સમાજની એક દીકરીને લવ જેહાદમાં ફસાવ્યા બાદ દીકરીના સમગ્ર પરિવારનું ધાકધમકીથી ધર્માંતર કરાવી દીધું હતું. જેહાદીઓ આટલેથી અટક્યા નહોતા અને માળી પરિવારના મોભી પાસે રૂપિયા 25 લાખની માગણી કરી હતી. પરંતુ તેઓ એ રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી હતાશ થયેલા મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને પગલે માળી સમાજ સહિત સમગ્ર ડીસા પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

અહેવાલ અનુસાર નારાજ હિન્દુઓએ શનિવારે ડીસા બંધનું એલાન આપ્યું હતું એટલું જ નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય સાથે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

અન્ય એક અખબારના અહેવાલ અનુસાર હિન્દુઓ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં ડીસાના સ્થાનિક વેપારીઓ તેમજ વેપારી સંગઠનો – ડીસા ગંજબજાર, ડીસા શાક માર્કેટ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન, કાપડ બજાર, સોની બજાર ઉપરાંત વિવિધ ધાર્મીક અને સામાજિક સંગઠનોએ ટેકો જાહેર કર્યો હતો એટલું જ નહીં પરંતુ તમામ લોકો આક્રોશ રેલીમાં પણ જોડાયા હતા.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો