IBMની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં આરંભ; ગુજરાતના IT સેક્ટરનો વિકાસ આઠ ગણો કરવાનું સરકારનું લક્ષ્ય
September 15, 2022
ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં શુભારંભ કરાવતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ આપેલા ડિજિટલ ઇન્ડીયા મિશનમાં ગુજરાતે ડિજિટલ ટ્રાન્સફોરમેશનમાં બેંચ માર્ક પ્રસ્થાપિત કર્યા છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફટવેર લેબ કલાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર ગુજરાતમાં તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીના પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી IBM સોફટવેર લેબનું ઉદઘાટન રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, IBMના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની વિશેષ ઉપસ્થિતીમાં કર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિના આઇ.ટી સામર્થ્યને ભરોસે આ ડીકેડને ટેકેડ-ટેક્નોલોજીનો દસકો બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્કીલ્ડ બેઇઝડ લર્નિંગથી ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા સજ્જ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, દેશમાં ડિજિટલ ઇન્ડીયાની વાતો થતી હતી તે પહેલાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારિત ઇ-ગર્વનન્સનો મજબૂત પાયો નાંખી દીધો હતો. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં આ સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકુળ માહોલ તૈયાર કરવાનો અમારો ઉદેશ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના આઠ ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં એવું સુદ્રઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા હરેકના મુખ પર કાયમ સ્મિત જળવાઇ રહે અને તેમને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની અનૂભુતિ થાય. તેમણે વડાપ્રધાનશ્રીએ વિકસીત ભારત માટે આપેલા સંકલ્પની પૂર્તિ માટે આઝાદીના અમૃતકાળમાં IT ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
IBMના શ્રી ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવતાં ગુજરાત સરકારના મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મેનેજિંગ ડિરેકટર શ્રી સંદીપ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના મંત્ર IT+IT=ITને ચરિતાર્થ કરવામાં ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રકચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે IBMનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે