રાજ્યમાં રસ્તાઓના રિસરફેસિંગ કામો માટે પ૦૮.૬૪ કરોડ રૂપિયાની ફાળવણી ; રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં
September 23, 2022
— રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ૭૯૦ કિ.મી લંબાઇમાં રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે
ગાંધીનગરઃ રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.
રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર પામેલા ૯૮ રસ્તાના કુલ ૭પ૬ કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત અવરજવર માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.
તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતિએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડનાં કામો પ્રગતિમાં છે. ઉપરાંત, ર૭૬૩ કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. ૧૭૬ર કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ
- ગુજરાતમાં આજનું અને આવતીકાલનું હવામાન અને વરસાદનો વર્તારો ભારતના હવામાન વિભાગ અનુસાર
- 'શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે'