જામનગર જિલ્લામાં 176 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

–  ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર ગુજરાત

– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરની મુલાકાતે

– જિલ્લાના હરીપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું કરશે લોકાર્પણ

– સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 105 મિલિયન યુનિટથી વધુનું થશે વીજ ઉત્પાદન

જામનગરઃ   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 9થી 11 ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં અનેકવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન 10મી ઓક્ટોબરને સોમવારે જામનગરના હરીપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ એ વાતની સાબિતી છે કે દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહ્યું છે.

GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો