મવાલી જેવી ભાષા બોલતા આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ હવે વડાપ્રધાનના 100 વર્ષના માતા હીરાબાને નાટકબાજ કહ્યા

ગાંધીનગરઃ  આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો ફરતો થયો છે. તેમાં તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા 100 વર્ષની ઉંમરના હીરાબાને અપમાનિત કરતો સાંભળી શકાય છે. ઈટાલિયા વડાપ્રધાન માટે તો “તુકારા”થી વાત શરૂ કરે છે, પરંતુ આગળ જઇને કહે છે કે મોદી અને હીરા બા નાટકો કરે છે.

કેજરીવાલ અને તેમના લોકો દ્વારા કરવામાં આવી રહેલા જંગી ખર્ચાના સંદર્ભમાં ઈટાલિયાએ આ વીડિયો બનાવ્યો હોવાનું તેની વાત પરથી સમજાય છે. તે કહે છે કે, “આ નીચ નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચો કેમ નથી માગતા તમે, નીચ કિસમનો માણસ, નો ખર્ચો માગો. અને હીરાબા આવીને પાછા નાટકો કરે. 70 વર્ષનો મોદી થવા આયો, હીરાબા પોતે સોએ પહોંચવા આવશે પણ મારા બેટા બેમાંથી એકેય નાટકો બંધ કરતા નથી.”

આજના તેના આ વીડિયો બાદ અનેક લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈટાલિયાના આ વીડિયોને શૅર કરીને લખ્યું કે, “હીરાબા માતૃશક્તિનું સ્વરૂપ છે.

કેજરીવાલના ખાસ એવા ગોપાલ ઇટાલિયાએ 100 વર્ષીય હીરાબાને પણ પોતાની નફરતની રાજનીતિથી બાકાત ન રાખ્યા. ગુજરાત જેવા સભ્ય સમાજમાં AAP અને તેની વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી.

ગુજરાતના નામે માતૃશક્તિના આવા અપમાનનો ન્યાય હવે ગુજરાતીઓ પોતાના મતથી કરશે.”

ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ સોશિયલ મીડિયા પર આજે ઈટાલિયા વિરુદ્ધ અસાધારણ આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

ઇટાલીયા અગાઉ પણ વડાપ્રધાનને નીચ કહેતો નજરે ચડયો હતો. અને સ્ત્રી વિષયક ગાળનો આગળનો અક્ષર પણ બોલતા દેખાયો હતો જે બદલ મહિલા આયોગે તેને સમન કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો