વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નવ મહિનામાં ડૉ. એપીજે કલામનું સ્મારક તૈયાર કરવાનો સંકલ્પ પૂરો કર્યો હતો
October 16, 2022
રામેશ્વરમઃ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મતિથિએ તેમના પરિવારના સભ્યે મિસાઇલ મેન કલામ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વચ્ચેના ગાઢ સંબંધોને યાદ કર્યા હતા.
ડૉ. કલામના સગા એપીજે એમજે શેખ સલીમને મોદીસ્ટોરી.ઈનમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા કે, ડૉ. કલામ અને નરેન્દ્રભાઈ વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેમણે કહ્યું કે, એક દિવસ ડૉ. કલામને મને કહ્યું કે તેમના મિત્ર ગુજરાતથી તેમને મળવા આવી રહ્યા છે. મને એમ લાગ્યું કે હશે કોઈ મિત્ર, પરંતુ થોડી જ વારમાં ગાડીઓનો મોટો કાફલો આવી પહોંચ્યો. અમે જોયું તો ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. એ ભવ્ય ક્ષણ હતી. ડૉ. કલામ દેશના સૌથી મહાન મુખ્યપ્રધાનો પૈકી એકને મળી રહ્યા હતા. આ ઘટના 2009ની છે.
ડૉ. કલામને હંમેશાં નરેન્દ્ર મોદી માટે અને મોદીજીને ડૉ. કલામ માટે માન હતું. અને તેથી જે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે ડૉ. કલામને ફોન કરીને તેમના આશીર્વાદ માગ્યા હતા. તે સમયે ડૉ. કલામે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તમે ગુજરાતમાં જે વિકાસ કર્યો છે તેવો વિકાસ સમગ્ર ભારતમાં કરજો અને 2020 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવજો.
2015માં જ્યારે ડૉ. કલામનું એકાએક અવસાન થયું ત્યારે અમને પરિવારજનોને કશું સુઝતું નહોતું. એ સમયે પીએમઓમાંથી ફોન આવ્યો અને અમને કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન ઈચ્છે છે કે ડૉ. કલામની તમામ અંતિમક્રિયા દિલ્હીમાં કરવામાં આવે. જોકે ડૉ. કલામના મોટાભાઈએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અંતિમક્રિયા તેમના જન્મસ્થળ રામેશ્વરમમાં જ થાય.
વડાપ્રધાન તરત જ સંમત થઈ ગયા. તેમણે બધી જ વ્યવસ્થા કરી દીધી. તેઓ અંતિમક્રિયામાં સામેલ થવા અહીં આવ્યા ત્યારે તેમણે પરિવારના સભ્યો સાથે બેસીને તેમને સાંત્વના આપી હતી અને ઈચ્છા વ્યક્ત કરી હતી પોતે આગામી નવ મહિનામાં ડૉ. કલામનું સ્મારક તૈયાર કરી દેવા માગે છે.
સ્મારકના ઉદ્દઘાટન માટે તેમણે 27 જુલાઈ, 2017ની તારીખ નક્કી કરી અને દર મહિને સ્મારકના નિર્માણની પ્રગતિ ઉપર અંગત દેખરેખ રાખતા હતા. અમે સૌ હંમેશાં નરેન્દ્ર મોદીના ઋણી રહીશું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર