ભ્રષ્ટાચાર કેસમાં પૂછપરછ પહેલાં મનીષ સિસોદિયા અને સંજય રાઉત વચ્ચે ઘણું સામ્ય
October 17, 2022
નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા તે પહેલાં તેમણે તથા તેમના પક્ષના કાર્યકરો જે વર્તન કરી રહ્યા છે આશ્ચર્યજનક છે.
મનીષ સિસોદિયા પોતે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ રીતે વર્તન કરી રહ્યા છે જાણે સિસોદિયાએ દેશના સન્માનમાં કોઈ બહુ મોટું કામ કર્યું હોય.
આ અંગે ભાજપના નેતા અમિત માલવિયએ ટ્વિટ કરીને લખ્યું કે, મનીષ સિસોદિયા અને સંજય રાઉત વચ્ચે ઘણું સામ્ય દેખાય છે. બંને કેમેરાની સામે ઊભા રહ્યા, પત્ની અને માતાના હાથે તિલક અને આરતી કરાવી. બંને ખુલ્લી કારમાં ઘરની બહાર નીકળ્યા. આટલું લખીને માલવિયએ આશંકા વ્યક્ત કરી છે કે, પરિણામ પણ કદાચ એક સમાન હશે. રાઉત જેલમાં છે અને કદાચ કાયમ માટે રહેશે.
શિવસેનાના નેતા સંજય રાઉત એક હાઉસિંગ સોસાયટીના કૌભાંડ કેસમાં આરોપી છે અને ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમણે પણ આ રીતે જ જાહેર પ્રદર્શન કર્યું હતું.
એ જ રીતે આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીમાં શરાબની એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરીને અમુક લોકોને ખોટી રીતે લાભ અપાવવના આરોપનો સામનો કરી રહ્યા છે. આક્ષેપ એવો પણ છે કે સિસોદિયાને પોતાને તેમજ તેમની આમ આદમી પાર્ટીને એ નીતિથી નાણાકીય લાભ થયો છે.
સીબીઆઈ તેમજ ઈડી આ કેસમાં બેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચૂકેલી છે અને આજે એ સંદર્ભમાં જ આજે સિસોદિયાને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે સીબીઆઈ ઑફિસ જતા પહેલાં તે ગાંધીજીના સમાધિ સ્થળ રાજઘાટ પણ ગયા હતા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’