પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં બેલેટ શીટ તૈયાર કરાશે, સહાયકની મદદથી મત આપી શકશે
October 19, 2022
— ભારતના ચૂંટણી પંચની નવી પહેલ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની પ્રતિબદ્ધતા
ગાંધીનગરઃ ભારતનું ચૂંટણી પંચ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી સુગમ અને સર્વસમાવેશી ચૂંટણીઓની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે ત્યારે દ્રષ્ટિહીન મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે એક નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. દ્રષ્ટિહીન મતદારોને સહાયકની જરૂરિયાત ઉપસ્થિત ન થાય તે માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઈલ લિપિમાં ઉમેદવારના અનુક્રમ આપવામાં આવ્યા છે.
દ્રષ્ટિહીન મતદારો સરળતાથી મતદાન કરી શકે તે હેતુ માટે ગુજરાતના ચૂંટણી અધિકારી બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ તૈયાર કરાવશે. મતદાનના દિવસે દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના ડમી બેલેટ શીટનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનો મત આપી શકે છે. જો દ્રષ્ટિહીન મતદાર ડમી બેલેટ શીટની મદદથી મત આપવાનો વિકલ્પ આપે તો પ્રિસાઈડીંગ ઑફિસર દ્વારા મતદારને બ્રેઈલ લિપિમાં ડમી બેલેટ શીટ આપવામાં આવશે. ડમી બેલેટ શીટના લખાણનો અભ્યાસ કર્યા બાદ, મતદારને મત આપવા માટે મતદાન કુટીરમાં જવાની પરવાનગી આપવામાં આવશે. ડમી બેલેટ શીટ વાંચ્યા બાદ આવા મતદારો EVMના મતદાન એકમ પર લગાડવામાં આવેલ અંકો દર્શાવતા સ્ટીકર પર તેમની પસંદગીના ઉમેદવારના અનુક્રમ વાંચીને તેમનો મત આપી શકશે.
ચૂંટણી સંચાલન નિયમો, ૧૯૬૧ના નિયમ ૪૯(એન)ની જોગવાઈ મુજબ સામાન્ય રીતે દરેક મતદાન મથકે પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો દ્રષ્ટિહીન મતદાર ઈચ્છે તો મતદાર સહાયકને મતદાન કુટિરમાં સાથે જવાની છૂટ પણ આપવામાં આવે છે. પરંતુ, આવનાર વિધાનસભા ચૂંટણીમાં દ્રષ્ટિહીન મતદારો બ્રેઈલ લિપિના સ્ટીકર પરથી ઉમેદવારનો અનુક્રમ ઓળખીને પણ મતદાન કરી શકશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર