ગોપાલ ઈટાલિયાએ એક જાહેર ભાષણમાં ભાજપ વિશે અભદ્ર શબ્દપ્રયોગો કર્યા
October 22, 2022
વડોદરાઃ પોતાને સરદાર પટેલના વંશજ અને પાટીદાર ગણાવનાર ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો જોવા મળ્યો છે જેમાં તે ભાજપ વિશે અત્યંત વાંધાજનક અભદ્ર શબ્દ બોલતા જોવા મળે છે.
આ વીડિયોમાં ઈટાલિયાને એમ બોલતા સાંભળી શકાય છે કે, આમ તો આખા ભારતના ભાજપવાળા છે એ હરામી છે, પણ વડોદરાના ચાર વખત વધારે હરામી છે. વડોદરાના ભાજપવાળા જેવા હરામી ભાજપવાળા, ગુંડા ટાઇપના ભાજપવાળા મેં આખા ગુજરાતમાં નથી જોયા.
ઈટાલિયાના આ વીડિયોને શૅર કરીને ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રશ્ન કર્યો છે કે, “શું સરદાર સાહેબ ના વંશજ ની ભાષા આવી હોય….??? પોતાની જાતને સરદાર નો વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું પાછું હા……. આ વિડીયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી???” https://twitter.com/yagnesh_dave/status/1583785412824530945?s=20&t=068_mj40WL4I_pQlhZJzlQ
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે