મનીષ સિસોદિયાએ ધનતેરસની શુભેચ્છા પાઠવવા ધન્વંતરિને “દેવી માં” બનાવી દીધા!
October 22, 2022
નવી દિલ્હીઃ દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણપ્રધાનનું સ્વ-પ્રમાણપત્ર મેળવનાર અને પોતાને રાજપૂત વંશના ઓળખાવનાર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ધનતેરસ અને ધન્વંતરિ વચ્ચે ભેળસેળ કરી દેતા આખા દેશમાં મજાકનો વિષય બન્યા છે.
સિસોદિયાએ સવારે-સવારે જ ધનતેરસની શુભેચ્છા પાઠવતા ટ્વિટ કર્યું કે, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દેવી માં ધન્વંતરિને પ્રાર્થના કરું છું કે તમામના જીવનમાં ખુશી અને સુખ-શાંતિ રાખે તથા બધાની મનોકામના પૂર્ણ કરે. તમામ દેશવાસીઓને ધનતેરસની હાર્દિક શુભેચ્છા.
જોકે, આખા દેશમાં મજાકને વિષય બન્યા બાદ સિસોદિયાએ એ ટ્વિટ ડીલીટ કરી દીધું હતું, પરંતુ ત્યાં સુધીમાં હજારો લોકોએ તેના સ્ક્રિનશૉટ લઈ લીધા હતા.
સિસોદિયાના આવા ગંભીર ગોટાળા તરફ સૌથી પહેલું ધ્યાન મંથન સામયિકના મેનેજિંગ તંત્રી અરવિંદ સિંહે દોર્યું હતું. તેમણે લખ્યું કે, दिल्ली के शिक्षा मंत्री जी! आप दारू के नशे में हो क्या? आपको इतना भी पता नहीं कि #धन्वन्तरि देवी नहीं, देवता हैं जो समुद्र मंथन के समय प्रकट हुए थे। शर्म आनी चाहिए आपको।
https://twitter.com/arvindvnsingh/status/1583674189747482626?s=46&t=NIAgCW1iW8Ri0NeJA6TYMg
સિસોદિયાના આવા અજ્ઞાનની નોંધ દેશના અનેક મીડિયા પણ લઈ રહ્યા છે. એશિયાનેટ ન્યૂઝના હિન્દી પોર્ટલે પણ આ વાતની નોંધ લઇને લખ્યું કે, ધન્વંતરિને દેવી માં ગણાવનાર સિસોદિયા દેશભરમાં મજાકનો વિષય બની ગયા (https://hindi.asianetnews.com/national-news/delhi-deputy-chief-minister-manish-sisodia-calling-lord-dhanvantari-as-goddess-mother-vva-rk551c
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’