આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા ફેક સરવેને ઈન્ડિયા ટુડેએ નકારી કાઢ્યો
October 23, 2022
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ચૂંટણીનાં સંભવિત પરિણામો વિશે એક ફેક સરવે જારી કરવામાં આવતા વિવાદ થયો છે.
કેજરીવાલની પાર્ટીના કોઈ કાર્યકરે ગુજરાત ચૂંટણીના સંભવિત પરિણામ વિશેનો એક નકલી સરવે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આપ-ના કાર્યકરે આ સરવે 14 ઑક્ટોબરે ફરતો કર્યો હતો જે ઈન્ડિયા ટુડે ગ્રુપના ધ્યાનમાં આવતા ગ્રુપ દ્વારા તેને સત્તાવાર રદિયો આપવામાં આવ્યો છે.
ઈન્ડિયા ટુડે ગ્રુપની હિન્દી ચૅનલ આજતક દ્વારા 22 ઑક્ટોબરને શનિવારે સાંજે સત્તાવાર ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, આ પોલ ફર્જી છે. અમે આપ-ને વિનંતી કરીએ છીએ કે અફવા ન ફેલાવો, અને તેને ફેલાવા ન દો. ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા આવો કોઈ સરવે કરાવવામાં આવ્યો નથી.
ये पोल फर्ज़ी है,
हमारी ‘आप’ से अर्ज़ी है,
अफवाहें न तो फैलाऐं
न ही इन्हें फैलने दें!
India Today Group ने अभी ऐसा कोई सर्वे नहीं कराया है!
(@PradeepGuptaAMI / @AxisMyIndia )
https://twitter.com/aajtak/status/1583784676237316096?t=-yBcLGIRcD7aJNJf8yP_fw&s=08
ચૅનલે આ સાથે આમ આદમી પાર્ટીના નકલી સરવેમાં જેમના નામ મૂકવામાં આવ્યા છે તે પ્રદીપગુપ્તાએએમઆઈ તથા એક્સિસમાયઈન્ડિયાને પણ ટૅગ કર્યા છે.
પ્રદીપ ગુપ્તા એક્સિસ માય ઈન્ડિયના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમણે પણ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @PradeepGuptaAMI ઉપર આ અંગેની સ્પષ્ટતા મૂકી છે કે એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા હિમાચલ પ્રદેશ તથા ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અંગે કોઈ પ્રકારનો ચૂંટણી પહેલાંનો સરવે જારી કરવામાં આવ્યો નથી. એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપના નામે ફેક ધારણાઓ અને ફેક ઓપિનિયન પોલ વાયરલ કરવામાં આવી રહ્યા છે, અમે આવી છેતરપિંડીયુક્ત માહિતી માટે જવાબદાર નથી.
એક્સિસ માય ઈન્ડિયા – ઈન્ડિયા ટુડે ગ્રુપ ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર મતગણતરીના 2-3 દિવસ પહેલાં એક્ઝિટ પોલની ધારણા જારી કરશે.
બરાબર આવો જ ખુલાસો એક્સિસ માય ઈન્ડિયાના સત્તાવાર હેન્ડલ @AxisMyIndia ઉપર પણ જારી કરવામાં આવ્યો છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર