દિલ્હીમાં ટેક્સના નાણાથી વકફ બોર્ડ, ઈમામોનાં ખિસ્સાં ભરાય છે, શિક્ષકો પગારથી વંચિત

— વકફ બોર્ડને 101 કરોડ ઉપરાંત કેજરીવાલે ઈમામો અને મોઆઝીનોને પણ 31 કરોડ ચૂકવ્યા

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર વકફને જ નહીં, મુસ્લિમોને પણ તન-મન-ધન અર્પણ કરી ચૂકી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર કેજરીવાલે આટલાં વર્ષમાં વકફ બોર્ડને તો રૂપિયા 101 કરોડ ચૂકવ્યા જ છે, પરંતુ તે ઉપરાંત દિલ્હીની મસ્જિદોના ઈમામો તેમજ મોઆઝીનોને પણ સાત વર્ષમાં રૂપિયા 31 કરોડ વેતન-ભથ્થાં રૂપે ચૂકવ્યા છે, અને તેમાં 2019થી 2021ના બે વર્ષના ગાળામાં રૂપિયા 20 કરોડની લ્હાણી આ રીતે ઈમામોને કરી દીધી છે.

આ સાથે એવો પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે, આવું વેતન હિન્દુ પંડિતો (પૂજારીઓ) તથા સિખ ગ્રંથીઓને આપવામાં આવ્યું છે? ઉપરાંત આશા વર્કરો તથા દિલ્હી યુનિવર્સિટીના શિક્ષકોને વેતન આપતાં નથી, એટલું જ નહીં પરંતુ 13,000 વિદ્યાર્થીઓને કોચિંગની સુવિધા પણ અપાતી નથી.

ભાજપના નેતા શેહજાદ પૂનાવાલાએ આજે શનિવારે સવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર RTI ની વિગતો જાહેર કરતાં લખ્યું કે, –

Not just ₹101cr to Waqfs – this RTI shows how Miyaa Kejriwal paid crores in salaries to Imams & Moazzins (₹20cr in 2019-21) -₹31.32 cr in 7 years

Were Hindu Pandits or Sikh Granthis granted this?

ASHA workers & DDU teachers denied salaries,13000 students denied coaching! https://twitter.com/Shehzad_Ind/status/1586188793547460609?t=jE5Reg13kX3aM1xlxb1-CQ&s=19

ગુજરાતના આરટીઆઈ કાર્યકર સુજિત પટેલે મેળવેલી વિગતો શૅર કરીને પૂનાવાલાએ વધુ વિગતો આપતા એમ પણ લખ્યું કે, સત્તાવાર માહિતી અનુસાર 185 મસ્જિદોને આ લાભ મળે છે. પરંતુ આરટીઆઈ અનુસાર 2019-21ના ગાળામાં રૂપિયા 20 કરોડની ચૂકવણી થઈ છે, તો આ નાણા ગયા ક્યાં? આ કયા ઈમામોને છે જેમને ચૂકવણી થઈ? શું આપ-ની સરકાર એ ઈમામોના નામોની યાદી અને ચૂકવાયેલી રકમની વિગતો જાહેર કરશે?

Official data shows that there are about 185 mosques that get benefits. But as per RTI ₹20cr paid between 2019-21!!! Where did all this money go? Who were these Imams who were paid?? Will AAP govt put our name wise list & money paid to Imams?

https://twitter.com/Shehzad_Ind/status/1586188856608837633

કેજરીવાલે 2019માં મસ્જિદોના ઈમામોનું વેતન પ્રતિમાસ રૂપિયા 10,000થી વધારીને રૂપિયા 18,000 કરી દીધું હતું અને મોઆઝીનોનું વેતન રૂપિયા 9000થી વધારીને પ્રતિમાસ રૂપિયા 16,000 કરી દીધું હતું.

અન્ય એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય બોઝે પણ કેજરીવાલના આ કૌભાંડને ઉઘાડું પાડતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી ખુશામતનું આ સૌથી મોટું પ્રમાણ છે. દિલ્હીની કેજરીવાલ સરકારે 2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં 2019માં ઈમામો અને મોઆઝીનોના વેતનમાં વધારો કર્યો હતો. https://twitter.com/AjayBos93388306/status/1586200447873794048

અજય બોઝ એ જ વ્યક્તિ છે જેમણે અન્ના હજારેને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો અને એ બદલ તેમને એસ.આર. જિંદલ પુરસ્કાર પણ મળ્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો