દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબમાં બાળવામાં આવતી પરાળી જ જવાબદાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણનું કારણ ફટાકડા નથી પરંતુ પંજાબમાં સળગી રહેલી પરાળી છે એવું આજે વધુ એક વખત પુરવાર થયું છે.

દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સતત વિવાદ થયા કરે છે. દિલ્હીની સરકાર આ મુદ્દે બીજા કોઈ કાયમી પગલાં લેવાને બદલે દિવાળીમાં એક દિવસ માટે ફોડવામાં આવતા ફટાકડાને જવાબદાર ગણીને તેના ઉપર પ્રતિબંધ મૂકવા જેવાં પગલાં લે છે.

આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ઉપર પ્રતિબંધને કારણે સાવ ઓછા પ્રમાણમાં ફટાકડા ફૂટ્યા હતા છતાં પ્રદૂષણનું સ્તર દિવાળી પહેલાંના અઠવાડિયાથી હતું એવું જ સ્તર આજે પણ છે. આ અંગે ઇસરોની વેબસાઇટ પરથી મળતી વિગતોને ટાંકીને જેએનયુના પ્રોફેસર વિજ્ઞાની આનંદ રંગનાથને આજે તેમના સોશિયલ મીડિયા પર લખ્યું કે, જે લોકો દિલ્હીમાં હવાના પ્રદૂષણ માટે દિવાળીને જવાબદાર ઠેરવે છે તેમણે આ તરફ નજર નાખવી જોઇએઃ 18,900 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં, અથવા દિલ્હી કરતાં 12 ગણું કદ ધરાવતા વિસ્તારમાં હાલના તબક્કે આગ સળગી રહી છે. 35 મિલિયન ટન પરાળી સળગાવવામાં આવી રહી છે. હાલ પંજાબની આ સ્થિતિ છે. આ એક પ્રકારે હત્યા જેવું છે.

For those blaming Diwali for the state of Delhi air, here’s some perspective: An area of 17,900 sqkm, or 12 times the size of Delhi, is on fire, right now, right next to Delhi. 35 million tonnes of stubble is being burnt. This is the current situation in Punjab. Absolute MURDER. @ARanganathan72 https://twitter.com/ARanganathan72/status/1586300047473659905

દેશ ગુજરાત

તાજેતર ના લેખો