પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સા 33 ટકા વધ્યા, દિલ્હીમાં હવા પ્રદૂષિત, બેઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં વ્યસ્ત

નવી દિલ્હીઃ પંજાબમાં પરાળી સળગાવવાના કેસોમાં વધારો થવાની સાથે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ ચિંતાજનક છે અને છતાં દિલ્હી અને પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની આગામી ચૂંટણીમાં વ્યસ્ત છે.

સમાજના અનેક અગ્રણી અને જાણકાર લોકો આ મુદ્દે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી પંજાબમાં હજારો ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે પરંતુ પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલાં લેતી હોય એવું દેખાતું નથી. દિલ્હીમાં એક્યુઆઈ પ્રદૂષણની માત્રા 400 કરતાં વધુ થઈ ગઈ છે. પંજાબમાં ગત વર્ષની સરખામણીમાં પરાળી સળગાવવાના કિસ્સામાં 33 ટકા વધારા સાથે 10,214 કેસ નોંધાયા છે. બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પરંતુ બંનેમાંથી કોઇને પ્રજાની ચિંતા હોય એવું લાગતું નથી. https://twitter.com/AjayKumarJourno/status/1586587769463222272

સ્થિતિ વણસી ગઈ છે અને આપ-ના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીની વાંસળી વગાડી રહ્યા છે. https://twitter.com/TaruniGandhi/status/1586581724669956096?t=JkauuGBRMGCs0LLnGpjf2w&s=08

આ અંગે નેટિઝન્સ મીડિયાને પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, આ મુદ્દો આટલો ગંભીર હોવા છતાં કોઈ મીડિયા ભગવંત માન કે પછી કેજરીવાલને સવાલ પણ કરતા નથી! ઈન્ડિયન એક્સપ્રેસે આજે રવિવારે આ અંગેનો અહેવાલ લીધો છે પરંતુ એ પણ છેક 10મા પાને લીધો હોવાથી અનેક લોકોએ અખબાર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. https://twitter.com/saket71/status/1586580847863664640

દેશ ગુજરાત

તાજેતર ના લેખો