આપ દ્વારા ગુજરાતના કેટલાક મતવિસ્તારોમાં મોકલેલા 8 કરોડ રુપિયાનું પગેરુ શોધવા ઇડી સક્રિય
November 02, 2022
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે હવાલા દ્વારા નાણા મોકલવામાં આવી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટી પંજાબથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આંગડિયા મારફત નાણા મોકલી રહી છે. આ કામગીરીમાં દિલ્હીના આદિત્ય જૈન અને અશોક ગર્ગ વતી પંજાબના કપિલ ગર્ગ દ્વારા નાણા મોકલવામાં આવતા હોવાનું ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. https://www.newindianexpress.com/nation/2022/nov/02/aaps-hawala-sheet-of-rs-8-crore-unravelled-claim-gujarat-cops-2514068.html
સુરત ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડન્ટને ટાંકીને આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત પોલીસના હાથમાં એક કાગળ આવ્યો છે જેમાં અશોક ગર્ગની માલિકીની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફત આઠ કરોડની હેરફેર થઈ હોવાનો ઉલ્લેખ છે.
પોલીસ વડાએ કહ્યું કે, પંજાબના કપિલ ગર્ગે આંગડિયા ચેનલનો ઉપયોગ કરીને ગુજરાતમાં નાણા મોકલવાનું કામ કર્યું છે. તેણે આંગડિયા મારફત એ નાણા દિલ્હીમાં કે.એમ. આંગડિયાના માલિક રોહિત પુગલિઆને તથા દિલ્હીના ગણપતિ આંગડિયાના સુરેશ હંસજીને મોકલ્યા હતા. દિલ્હીના આંગડિયાઓએ ગુજરાતમાં મહેન્દ્ર સોમા આંગડિયા તથા છગનભાઈ જયંતિભાઈ આંગડિયાને નાણા પહોંચાડ્યા હતા. અને આ આંગડિયા પેઢીઓએ દાહોદ, વલસાડ, વડોદરા તથા બારડોલી સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે પહોંચાડ્યા.
અહેવાલમાં અન્ય એક તપાસ અધિકારીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, પંજાબના કપિલ ગર્ગના કહેવાથી રોહિતે રૂપિયા 35 લાખ કાલુસિંગ મારફત ગુજરાતમાં વિવિધ આંગડિયા પેઢીઓને મોકલ્યા હતા. તે પૈકી છઠ્ઠી ઑક્ટોબરે કાલુસિંગે દાહોદના અભિષેક રાયને, બારડોલીમાં સૌરભને, વડોદરામાં મનમોહનને તથા વલસાડમાં કમલને પાંચ-પાંચ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા. બીજા 15 લાખ રૂપિયા સાતમી ઑક્ટોબરે સૌરભ પરાસર ઉર્ફે સૌરભ પાંડેને મોકલવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન સૌરભે કબુલ કર્યું છે કે નવ મતદાન ક્ષેત્રોમાં આમ આદમી પાર્ટીના ખર્ચની જવાબદારી તેની છે.
સુરત ગ્રામ્ય પોલીસવડાએ એ વાતને પણ સમર્થન આપ્યું કે, બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી તરફથી 17 ઑક્ટોબરે એક અરજી મળી હતી જેમાં તેમણે કહ્યું હતું કે લૂંટમાં પકડાયેલા નાણા તેમના પોતાના નહીં પરંતુ આમ આદમી પાર્ટીના છે. સોલંકીએ ત્યારે પોલને એમ પણ કહ્યું હતું કે, કારનો ડ્રાયવર સંતોષ તેમનો માણસ નથી પરંતુ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે.
પોલીસે જણાવ્યું કે, આ નાણાનું પગેરું દેશમાં વિવિધ સ્થળે ફેલાયેલું હોવાથી હવે ઈડી પણ આ કેસમાં તપાસ કરી રહી છે.
સુરત ગ્રામ્ય પોલીસે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં પંજાબના હર્ષ સૈની અને હરપ્રિત, બિહારના રૂદ્ર પ્રતા, મધ્યપ્રદેશના અમર, હરિયાણાના રાજકુમાર તેમજ દિલ્હીના સેહજાદની પૂછપરછ કરી છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર