કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા આપ્યા છતાં પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સામાં 139 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સામાં 139 ટકાનો વધારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા પરના પ્રતિબંધ છતાં દિવાળી પહેલાં અને ત્યારપછી અસાધારણ પ્રદૂષણની માત્રાને પગલે જે આઘાતજનક વિગતો મળી રહી છે તે અનુસાર પંજાબના ખેડૂતો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં પરાળી સળગાવી રહ્યા છે.

કેન્દ્રીય પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવે જાહેર કરેલી આ વિગતો અનુસાર ગયા વર્ષે (15 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન) પંજાબના સંગરુરમાં પરાળી સળગાવવાના કિસ્સા 1,266 હતા તે 139 ટકા વધીને આ વર્ષે 3,025 થઈ ગયા છે.

@byadavbjp
The Chief Minister of Punjab has failed to even provide relief to farmers in his own turf of Sangrur.
Last year (Sept 15-Nov 2) farm fires in Sangrur stood at 1,266. This year they have shot up by 139% rising to 3,025. https://twitter.com/byadavbjp/status/1587815343182913537

ભૂપેન્દ્ર યાદવે આપેલી વિગતો અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ખેતરોમાં આગના બનાવોમાં અસાધારણ વધારો થયો છે. તેની સામે હરિયાણામાં આ બનાવોમાં 30.6 ટકાનો ઘટોડો નોંધાયો છે. પંજાબમાં 3,634 (ખેતરોમાં) આગની ઘટનાઓ જોવા મળી છે. હવે એ વાતે શંકા રહેતી નથી કે દિલ્હીને ગેસ ચેમ્બરમાં ફેરવનાર કોણ છે. https://twitter.com/byadavbjp/status/1587815334370648065

કેન્દ્રીય પર્યાવરણમંત્રીએ જણાવ્યું છે કે, આ એક પ્રકારનું કૌભાંડ છે.આમ આદમી પાર્ટી હોય ત્યાં કૌભાંડ હોય તેમ જણાવી ભૂપેન્દ્ર યાદવે માહિતી આપી કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે પંજાબને પરાળીની સમસ્યા દૂર કરવા રૂપિયા 1,347 કરોડ મશીનો માટે આપ્યા છે. રાજ્ય સરકારે 1,20,000 મશીનો ખરીદ્યા હતા. તે પૈકી 11,275 મશીન લાપતા છે. નાણાનો જે ઉપયોગ થયો છે તેમાં બિનકાર્યક્ષમતા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.

@byadavbjp
Scam is where AAP is.
In the last 5 years, the Central Government gave Rs 1,347 crore for crop residue management machines to Punjab. The state bought 1,20,000 machines.
11,275 of those machines have gone missing.
Money utilisation shows clear incompetence.

https://twitter.com/byadavbjp/status/1587815337382146053

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગયા વર્ષે (પંજાબમાં) રૂપિયા 212 કરોડ વપરાયા વિનાના પડી રહ્યા હતા. આ વર્ષે કેન્દ્ર સરકારે પરાળી વ્યવસ્થાપન માટે પંજાબ સરકારને રૂપિયા 280 કરોડ આપ્યા. આમ રાજ્ય સરકાર માટે પરાળીનો યોગ્ય નિકાલ કરવા માટે રૂપિયા 492 કરોડ ઉપલબ્ધ છે. https://twitter.com/byadavbjp/status/1587815340636983302 છતાં મુખ્યપ્રધાન તેમના પોતાના મતક્ષેત્ર સંગરુરમાં ખેડૂતોને સમયસર મશીન પહોંચાડી શક્યા નથી.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો