સ્કૂલ શિક્ષણના નેશનલ રેન્કિંગમાં દિલ્હીને પાછળ છોડી ગુજરાત મોખરે ; ટોચના પાંચ રાજ્યોમાં સમાવેશ
November 05, 2022
અમદાવાદઃ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલા ગ્રેડિંગ ઈન્ડેક્સ અનુસાર સ્કૂલ શિક્ષણની બાબતમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યમાં સમાવેશ પામે છે. ગ્રેડિંગની આ પદ્ધતિમાં જિલ્લા સ્તરે સ્કૂલ શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઈન્ડેક્સ અનુસાર 2020-21માં 903 ના સ્કોર સાથે ગુજરાતે પાંચમું સ્થાન હાંસલ કર્યું છે. ગત વર્ષે આ ઈન્ડેક્સમાં 884 પોઈન્ટ સાથે ગુજરાત આઠમા ક્રમે હતું. આમ ગુજરાતે વધુ ગુણાંક હાંસલ કરીને એક વર્ષમાં ત્રણ સ્થાનનો કૂદકો માર્યો છે.
કેરળ, મહારાષ્ટ્ર તથા પંજાબે 928 પોઇન્ટ મેળવ્યા છે જ્યારે 927 પોઇન્ટ સાથે ચંદીગઢનો ચોથો નંબર આવે છે. આ ઈન્ડેક્સ અનુસાર રાજસ્થાને 903 અને આંધ્રપ્રદેશે 902 પોઇન્ટ મેળવ્યા છે. જ્યારે 899 પોઇન્ટ સાથે દિલ્હી આઠમા ક્રમે ધકેલાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતનું પરફોર્મન્સ એકધારું સુધરી રહ્યું છે. 2017-18માં ગુજરાતને 808 પોઇન્ટ મળ્યા હતા જ્યારે 2018-19માં રાજ્ય 870 પોઇન્ટે પહોંચ્યું હતું અને 2019-20માં 884 પોઇન્ટ સાથે આગળ વધ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીજીઆઈ ક્રમાંકમાં ગુજરાતનો સુધારો થવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લાભ થઈ શકે છે. છેલ્લા કેટલાય મહિનાથી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને ભાજપ શાસિત ગુજરાતના નેતાઓ વચ્ચે શિક્ષણના સ્તર અને શિક્ષણના મોડલ વિશે જાહેરમાં ચર્ચા અને આક્ષેપબાજી ચાલ્યા કરે છે.
અહેવાલ અનુસાર, આ જે રેન્કિંગ નક્કી થાય છે તેનાં બે ધોરણ હોય છે – પરિણામો અને વહીવટી વ્યવસ્થા. મૂલ્યાંકન પ્રક્રિયામાં બીજા પાંચ પેટા-ધોરણ પણ ધ્યાનમાં લેવામાં આવે છે જેમ કે, અભ્યાસનું પરિણામ, શિક્ષણની સુવિધા, માળખાકીય સુવિધાઓ તથા ગુણવત્તા અને વહીવટીતંત્રની પ્રક્રિયા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું