કેજરીવાલે મને 500 કરોડની વ્યવસ્થા કરવા કહ્યું હતું : ઠગ સુકેશ ચંદ્રશેખરનું ત્રણ પાનાનું આરોપનામું
November 05, 2022
નવી દિલ્હીઃ ઠગાઈના કેસમાં જેલમાં કેદ સુકેશ ચંદ્રશેખરે ફરી એક વખત કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પત્ર લખ્યો છે. થોડા દિવસ પહેલાં સુકેશે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને કેજરીવાલ સરકારના કેદી-મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં મળતી ગેરકાયદે સુવિધાઓ વિરુદ્ધ પણ દિલ્હીના ઉપ-રાજ્યપાલને પત્ર લખ્યો હતો.
સુકેશે આજે નવા પત્રમાં લખ્યું છે કે, તેણે ઉપ-રાજ્યપાલને પત્ર લખ્યો ત્યારબાદ સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના ભૂતપૂર્વ ડીજી મને ધમકીઓ આપતા હતા. આ પત્રના પ્રારંભે સુકેશે તમામ મીડિયા હાઉસને લખ્યું છે કે, ગઇકાલે કોર્ટમાં સુનાવણી દરમિયાન તમે બધા મને ઘણા પ્રશ્નો પૂછતા હતા, પરંતુ ત્યારે ત્યાં હું બધા જવાબ આપી શકવાની સ્થિતિમાં નહોતો. મારે ઘણું બધું કહેવાનું હતું તેથી મારી વાત આ પત્ર દ્વારા જણાવું છે.
ચાર પાનાના આ પત્રમાં એક પાનામાં સુકેશે તેના વકીલને સંબોધીને લખ્યું છે કે મારો આ પત્ર તમામ મીડિયા તથા સોશિયલ મીડિયાને પહોંચાડજો.
સુકેશ પ્રારંભમાં લખે છે કે, અગાઉ દિલ્હીના ઉપ-રાજ્યપાલને સંબોધીને જે પત્ર લખ્યો હતો તેની તમામ વિગતો સંપૂર્ણ સત્ય છે તેની હું ખાતરી આપું છું. તેણે એવી પણ ખાતરી આપી છે કે, મેં જે કંઈ કહ્યું તેના પુરાવા મારી પાસે છે અને એક વખત સુનાવણી શરૂ થશે ત્યારે એ તમામ પુરાવા હું રજૂ કરીશ. તેનું એમ પણ કહેવું છે કે, દિલ્હીના એલજીને કરેલી ફરિયાદ તો પાશેરામાં પહેલી પૂણી સમાન છે, આખો મામલો ઘણો મોટો છે. હું અરવિંદ કેજરીવાલ તથા સત્યેન્દ્ર જૈન સહિત બીજા લોકો વિરુદ્ધ વધારાની ફરિયાદ દાખલ કરીશ.
તે લખે છે કે, મારી એ પહેલી ફરિયાદ પછી સત્યેન્દ્ર જૈને ભૂતપૂર્વ ડીજી મારફત મને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
સુકેશે આ પત્રમાં મુદ્દાસર આક્ષેપો કરતા કહ્યું છે કે, કેજરીવાલજી, તમે શા માટે મને 20-30 માણસો લાવવાનું અને તેમના મારફત ચૂંટણીમાં પક્ષની ટિકિટો આપવાના બદલામાં રૂપિયા 500 કરોડ આમ આદમી પાર્ટીને આપવાનું કહ્યું હતું? આવા સાત પ્રશ્નો દ્વારા સુકેશે કેજરીવાલની અનેક ગેરરીતિઓને ઉજાગર કરી છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર