હરિયાણાની આદમપુર પેટાચૂંટણી અંગે આપ-નો દાવો શું હતો, પરિણામ શું આવ્યું?

ચંડીગઢઃ   કેજરીવાલ કયા સ્તરે અને કેટલા પ્રમાણમાં જૂઠ અને નકલી બાબતોનો સહારો લે છે તેનું વધુ એક પ્રમાણ આજે રવિવારે જોવા મળ્યું. આજે દેશમાં વિવિધ વિધાનસભા અને લોકસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ જાહેર થયાં. આ તમામ પેટાચૂંટણી માટે ત્રીજી નવેમ્બરને ગુરુવારે મતદાન થયું હતું.

જોકે મતદાનના દિવસે ઓપિનિયન પોલ નામના ટ્વિટર હેન્ડલ @eOpinionPolls ઉપર એક સરવે જારી કરવામાં આવ્યો હતો. એ અનુસાર હરિયાણાની આદમપુર બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થશે એવું 68 ટકા લોકો કહેતા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એ રહસ્યમય સરવેમાં ભાજપની જીત માટે 15 ટકા લોકોએ અને કોંગ્રેસની જીત માટે 15 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એ ટ્વિટને કેજરીવાલે પોતે રિટ્વિટ કરીને અનુમોદન પણ આપ્યું હતું.

જોકે, આજે હરિયાણાની આ બેઠકનું પરિણામ જાહેર થયું ત્યારે ભાજપના ઉમેદવાર 67,000 કરતાં વધુ મત મેળવીને જીતી ગયા હતા જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને માંડ 3420 મત મળ્યા જે કુલ મતદાનના માત્ર 2.6 ટકા થાય છે. આ રીતે કેજરીવાલના ઉમેદવારે હરિયાણાની આદમપુર બેઠક ઉપર ડિપોઝિટ પણ ગુમાવી છે.

Image

આટલું ઓછું હોય તેમ દિલ્હી સરકારના મંત્રી શિવ ચરણ ગોયેલે તો ચૂંટણી પ્રચાર દરમિયાન આદમપુર વિધાનસભા ક્ષેત્રમાં નાના નાના રૂમમાં 5-7 માણસો સાથેની બેઠકના ફોટા શૅર કરીને એવો પણ દાવો કર્યો હતો કે, હરિયાણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને મંડીના આડતિયાઓ કહી રહ્યા છે કે હવે માત્ર કેજરીવાલને જ લાવવા છે.

Image

આ પરિણામ વિશે પીઢ પત્રકાર કંચન ગુપ્તાએ લખ્યું કે, મતદાનના દિવસે આમ આદમી પાર્ટી ખુશ થઈ રહી હતી, પરંતુ મત ગણતરીના દિવસે આપ- પાર્ટીના તમામ કાર્યકર તેમના નેતાની જેમ ગાયબ થઈ ગયા છે.

@KanchanGupta

On the day of voting #AAP was gloating. On the day of counting, they have done a bunk like their supreme leader.

In Adampur #Haryana Assembly by-election Kejariwal’s candidate has lost his deposit.

PS: Don’t miss

@ArvindKejriwal

DP with his trademark Mephistophelian smile. https://twitter.com/KanchanGupta/status/1589174816753717248

સોશિયલ મીડિયામાં બીજા અનેક લોકો પણ આમ આદમી પાર્ટીના આ કથિત ઓપિનિયન પોલ અને વાસ્તવિક પરિણામને લઇને પાર્ટી અને કેજરીવાલની મજા લઈ રહ્યા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો