વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાત સમિતિઓની રચના
January 18, 2023
ગાંધીનગર: રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.
મંત્રીશ્રી એ જણાવ્યું કે, રાજ્યની ૪૫ જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે.
રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’