ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરાઈ

ગાંધીનગર: આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે.

આ ઉપરાંત આદિજાતિ સલાહકાર પરિષદમાં ધારાસભ્ય સર્વેશ્રી પી.સી. બરંડા, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી રમેશભાઈ કટારા, શ્રી શૈલેષભાઈ એસ. ભાભોર, શ્રી કનૈયાલાલ બી. કિશોરી, શ્રી મહેન્દ્રભાઈ આર. ભાભોર, શ્રી રાજેન્દ્રસિંહ એમ. રાઠવા, શ્રી જયંતીભાઈ એસ. રાઠવા, શ્રી અભેસિંહ એમ. તડવી, ડૉ. દર્શના સી. દેશમુખ (વસાવા), શ્રી મોહનભાઈ ડી. ઢોડિયા, ડૉ. જયરામભાઈ સી. ગામીત, શ્રી અનંતકુમાર એચ.પટેલ, શ્રી અરવિંદ સી. પટેલ, તેમજ શ્રી જીતુભાઈ એચ.ચૌધરી એમ કુલ-૧૮ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યોની મુદત વિધાનસભામાં ચાલુ રહે ત્યાં સુધીની રહેશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

તાજેતર ના લેખો