ઘેરબેઠાં આયુષ્યમાન કાર્ડની PDF મેળવી શકાશે: PMJAY યોજનાની માર્ગદર્શિકા જાહેર
October 16, 2023
દિલ્હી: પી.એમ.જે.એ.વાય-માં યોજના/ આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. પી.એમ. જે.એ.વાય-માં યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશનમાં એનરોલમેન્ટની કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતીઓ અર્થે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
આ પ્રક્રિયામાં સૌ પ્રથમ આપના મોબાઈલ નંબર દ્વારા પર લોગીન કરવું અને ત્યારબાદ રાશન લેતાં એન.એફ. એસ.એ.નાં કુટુંબનો રાશનકાર્ડનો નંબર ફેમિલી આ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબનાં તમામ સભ્યોની વિગતો બતાવશે. આ પ્રક્રિયા અંતર્ગત આગળ જતા બાકી રહેલા સભ્યોની સામે ક્લિક કરવુ અને આધાર કાર્ડ ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવુ. આધાર કાર્ડમાં આવેલા ફોટાની સામે લાઇવ ફોટો અપલોડ કરવાનો થાય છે. ફેમીલીનાં કોઈપણ સભ્યનો મોબાઇલ નંબર નાખી ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પીનકોડ, ગામ, તાલુકા, જિલ્લાની વિગતો ભરવી. ત્યારબાદ સબમીટ કરતા એનરોલમેન્ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ડાઉનલોડ પર ક્લિક કરી આયુષ્માન ભારત કાર્ડની પીડીએફ સ્વરૂપે લાભાર્થીને મળી રહેશે.
સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં સર્જરી સહિતની તમામ સારવારે રાજ્ય સરકારના ખર્ચે વિનામૂલ્યે મેળવવા માટેનું આયુષ્માન કાર્ડ બનાવવા હવે લોકોએ તાલુકાની આરોગ્ય ઓફિસ સુધી જવું નહીં પડે અને ઘેરબેઠાં જ એપ્લિકેશનના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી શકશે. મોબાઇલમાં કાર્ડની જનરેટ થયેલી પીડીએફ ફાઈલ સારવાર માટે સરકાર અને આરોગ્યતંત્ર દ્વારા માન્ય કરવામાં આવતાં હોસ્પિટલો પણ ચલાવી રહી છે. અમદાવાદ જિલ્લામાં 4 દિવસમાં ઓનલાઇન 4200 આયુષ્યમાન કાર્ડ નીકળ્યાં છે
તાજેતર ના લેખો
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ
- ગુજરાતમાં આજનું અને આવતીકાલનું હવામાન અને વરસાદનો વર્તારો ભારતના હવામાન વિભાગ અનુસાર
- 'શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ, યુદ્ધ નીતિ અને કુટનીતિથી પાકિસ્તાન સતત ધ્રુંજી રહ્યું છે'
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક