અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાડા ત્રણ વર્ષમાં ૫૦૦ કરતાં વધારે અંગોનું દાન મળ્યું
June 05, 2024
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ એ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સિવિલ હોસ્પિટલમાં ૩.૫ વર્ષમાં કુલ ૫૦૦ અંગોનું દાન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૫૫ માં અંગદાનની વિગતો જોઇએ તો મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ છત્રાલ, અમદાવાદ ખાતે રહેતા અને મજુરી કામ કરતા ૩૨ વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર ૦૧/૦૬/૨૦૨૪ ના રોજ છત્રાલ ખાતે પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેમને પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૧-૦૬-૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ ઉપેન્દ્રસિંહને બ્રેઈન ડેડ જાહેર કર્યા.
ઉપેન્દ્રસિંહ ના પરીવારમાં તેમના માતા, બે ભાઇ તેમજ બે બહેનો છે. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે ઉપેન્દ્રસિંહ ના ભાઇઓને બ્રેઇન ડેડ તેમજ અંગદાન વિશે સમજાવતા તેમના એક ભાઇ તેમજ ભત્રીજા અને પરીવારના અન્ય સભ્યોએ મળી ઉપેન્દ્રસિંહનાં અંગોનુ દાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો.
ઉપેન્દ્રસિંહ ના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ એક હદય નુ દાન મળ્યુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે ઉપેન્દ્રસિંહ ના અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .
તેમજ હ્યદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.
સિવિલ હોસ્પિટલ દ્વારા આરંભાયેલા અંગદાન મહાદાન ના યઘથી અત્યાર સુધીમાં કુલ ૧૫૫ અંગદાતાઓ થકી કુલ ૫૦૧ અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૮૫ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર