સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલના કરાર આધારિત શિક્ષકોના વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો
October 09, 2024
ગાંધીનગર: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.
આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-૧ના પ્રોફેસરને હાલ ₹.૧,૮૪,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી ₹.૨,૫૦,૦૦૦ થશે.
સહ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ₹ ૧,૬૭,૫૦૦ ની જગ્યાએ ₹.૨,૨૦,૦૦૦ , મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ₹. ૮૯,૪૦૦ ની જગ્યાએ ₹. ૧,૩૮,૦૦૦ અને ટ્યુટર વર્ગ-૨ ને ₹.૬૯,૩૦૦ ની જગ્યાએ ₹.૧,૦૫,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવશે.
આરોગ્ય વિભાગના તા.૯/૧૦/૨૦૨૪ ઠરાવ થી નિર્ણય અમલી બનશે.
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે