કોંગ્રેસ પાર – તાપી – નર્મદા નદી જોડાણ પરિયોજનાનો વિરોધ કરે ત્યારે આશ્ચર્ય શીદ થાય
March 27, 2022
જપન ક પાઠક
ગુજરાત કોંગ્રેસ જ્યારે પાર – તાપી – નર્મદા નદી જોડાણ યોજનાનો વિરોધ કરે ત્યારે આશ્ચર્ય કેમ થાય?
1980ના દશકમાં આ પ્રોજેક્ટની પરિકલ્પના જ કોંગ્રેસના શાસનમાં તત્કાલીન કેન્દ્ર સરકારે કાગળ પર ઉતારી. (The National Perspective Plan was prepared by the then Ministry of Irrigation in August 1980 for water resources development through inter basin transfer of water, for transferring water from water surplus basins to water-deficit basins. Under the NPP, the National Water Development Agency identified 30 links – 16 under Peninsular Component & 14 under Himalayan Component – for preparation of Feasibility Reports)
1990માં આ પ્રોજેક્ટનો પ્રીફીજીબીલીટી રિપોર્ટ અને ફીઝીબીલીટી રિપોર્ટ પણ તત્કાલીન કોંગ્રેસની કેન્દ્ર સરકારે તૈયાર કરાવ્યો. (Feasibility reports of 3 links under the Peninsular components namely; Par-Tapi-Narmada, Pamba-Achankovil-Vaippar link and Ken-Betwa link completed.)
4 ઓગસ્ટ 2005ના દિવસે દિલ્હીમાં જ્યારે કોંગ્રેસ સરકારના તત્કાલીન જળસંપત્તિ મંત્રી પ્રિયરંજનદાસ મુનશીએ નદીઓના જોડાણ અંગેની કન્સલ્ટેટીવ કમીટીને સંબોધન કર્યું ત્યારે તેમણે કહ્યું હતુંઃ ‘India’s prosperity would well depend on how best we would be able to manage the water resources to meet ever-expanding demands. For the inter-basin water transfer proposals to see the light, what is required is thorough understanding of the issues, mutual cooperation to tackle them and political will to overcome the hurdles.’
એટલેકે બારતની સમૃદ્ધિ એ બાબત પર આધાર રાખશે કે આપણે આપણા જળ સ્ત્રોતેને કઇ રીતે સારામાં સારી રીતે મેનેજ કરીએ છીએ અને આપણી હંમેશા વધતી જ જવાની છે તેવી પાણીની જરુરિયાત પૂરી કરીએ છીએ. નદીઓના જોડાણની દરખાસ્તો વાસ્તવમાં જમીન પર ઉતરે તે માટે આ વિષયમાં આપણી ઉંડી સમજ અને પરસ્પર સહકાર જરુરી છે કે જેથી આપણે રાજકીય ઇચ્છાશક્તિથી તમામ વિધ્નોને પાર કરી શકીએ.
આ જ મિટીંગમાં તત્કાલીન કોંગ્રેસ સરકારના જળસંપત્તિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કેઃ ‘Government has laid stress on interlinking of rivers and UPA Government’s priority on linking of peninsular rivers is being done in a consultative manner.’
એટલેકે સરકારે નદીઓના જોડાણ પર જોર આપ્યું છે અને નદીઓનું જોડાણ કન્સલ્ટેટીવ ઢબે થાય એ યુપીએ સરકારની અગ્રીમતા છે.
3 મે 2010ના દિવસે તત્કાલીન કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા જ આ યોજના માટે સમજૂતી કરાર સહી કરવાનું આયોજન થયું. મહારાષ્ટ્ર વતી કોંગ્રેસના જ તત્કાલીન મુખ્યમંત્રી અશોક ચવાણ અને કોંગ્રેસની કેન્દ્ર સરકાર વતી તત્કાલીન જળ સંપત્તિ મંત્રી અને કોંગ્રેસના હાલના ખજાનચી પવનકુમાર બંસલે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ બાબતે સમજૂતી કરાર સહીં કર્યા. આ સમજૂતી કરાર પાર તાપી નર્મદા યોજનાનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે સહીં કરવામાં આવ્યો હતો.
આ સમજૂતી કરાર તત્કાલીન વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહન સિંઘની ઉપસ્થિતિમાં સહીં થયો હતો. આ પ્રસંગે ડો.મનમોહન સિંઘે અભિનંદન આપતા કહ્યું હતું કે જળ સ્ત્રોતોનો ઇન્ટીગ્રેટેડ ઢબે વિકાસ કરવો તથા તે માટેના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પગલા લેવા તે સમયની માંગ છે. ઇન્ટર બેઝીન જળ ટ્રાન્સફર (નદીઓનું જોડાણ) એ પાણીની પ્રાપ્યતામાં અસમાનતા તથા ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસરો સામે મહત્વનો કિરદાર અદા કરી શકે છે. નદીઓના જોડાણનો પ્રોજેક્ટ આખા દેશ માટે અત્યંત લાભ લાવનારો બની રહેશે. (The Prime Minister extending congratulation to both the CMs and said that the development of water resources in an integrated manner and adoption of various short terms and long terms measures is the need of ours. Water resources projects including inter basin water transfer play an important role in mitigating imbalances of water availability and likely adverse impacts of climate change. He expressed his happiness that Governments of Maharashtra and Gujarat have joined hands for the effective utilization of the waters of the west flowing rivers. The project of interlinking of rivers will bring immense benefits to the entire nation and also augment the availability of water for various uses, he hoped.)
આ પછી ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)નું કામ પણ કોંગ્રેસની કેન્દ્ર સરકાર હેઠળ શરુ થયું. વર્ષ 2014-15ની સ્થિતીએ પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10,211.24 કરોડ હતો.
વર્ષ 2015માં એનસીપી ધારાસભ્ય છગન ભુજબળ મહારાષ્ટ્રની વિધાનસભાના સત્ર દરમિયાન પાર તાપી નર્મદા અને દમણગંગા પીંજલ યોજનાના વિરોધમાં વેલમાં ધસી આવ્યા અને હોબાળો મચાવ્યો કે મહારાષ્ટ્રના હિસ્સાનું 133 ટીએમસી પાણી ગુજરાતમાં કઇ રીતે વહાવી દઇ શકાય. ભુજબળના સમર્થનમાં આ મામલે તેમનો ધારાસભ્ય પુત્ર પંકજ, સીપીએમના જીવા પાંડુ ગાવીત અને કોંગ્રેસના અમિતા ચવાણ પણ દોડી આવ્યા અને બેનર્સ પ્રદર્શિત કર્યા તથા નારા બોલાવ્યા. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાઓ પાટીલે કહ્યું કે પાણી ગુજરાતમાં જતું રહે એ મુદ્દો ઉત્તર મહારાષ્ટ્ર માટે નિસ્બતનો વિષય છે. આ મામલે પ્રત્યુત્તર આપતા તત્કાલીન જળસ્ત્રોત મંત્રી ગીરીશ મહાજને કહ્યું કે પાણીની વહેંચણીની સમજૂતી પર હજુ સહી થઇ નથી અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર નથી થયો.
આ પછી જુલાઇ 2015માં કેન્દ્ર સરકારના જળસંપત્તિ મંત્રાલયે મિટીંગ બોલાવી ત્યારે મહારાષ્ટ્ર તરફથી પાર તાપી નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરતા મહારાષ્ટ્રના જળ સંપત્તિ મંત્રી વિજય શીવતારેએ કહ્યું કે મહારાષ્ટ્રે ગુજરાતના ઉકાઇ ડેમમાંથી 16.5 ટીએમસી પાણીનો જથ્થો મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તાર માટે જોઇએ છે. શિવતારેએ કહ્યું કે – ‘મહારાષ્ટ્ર પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાંથી 28.5 ટીએમસી પાણી મેળવશે. આમાંતી 16. 5 ટીએમસી તો દરિયામાં જશે ગુજરાતે માંગણી કરી છે કે આ પાણી દરિયામાં જાય એના કરતા ગુજરાતને ફાળવવામાં આવે. તો આના બદલામાં મહારાષ્ટ્ર માંગે છે કે આટલો જ પાણીનો જથ્થો બદલામાં મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારને ગુજરાતના ઉકાઇ ડેમમાંથી ફાળવવામાં આવે.’
મહારાષ્ટ્રે આ બેઠકમાં માહિતી આપી કે દમણ ગંગા – પીંજલ નદીઓના જોડાણના પ્રોજેક્ટમાં પણ મહારાષ્ટ્ર સરકારે કેટલાક મહત્વના બદલાવ સૂચવ્યા છે કે જેથી મુંબઇની છેક વર્ષ 2050 સુધીની પાણીની અંદાજિત જરુરિયાત પૂરી કરી શકાય.
વાસ્તવમાં નદીઓના જોડાણની પ્રત્યેક યોજના બે રાજ્યોને લાગુ પડે છે. બે રાજ્યો વચ્ચે સમજૂતી ન હોવાના કારણે આવી એક પણ યોજના હજુ સુધી ફળીભૂત થઇ શકી નથી. એટલેજ તાજેતરના બજેટ વક્તવ્યમાં કેન્દ્રીય નાણા મંત્રીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે – Draft DPRs of five river links, namely Damanganga-Pinjal, Par-Tapi- Narmada, Godavari-Krishna, Krishna-Pennar and Pennar-Cauvery have been 7 finalized. Once a consensus is reached among the beneficiary states, the Centre will provide support for implementation.
એટલેકે – પાર – તાપી – નર્મદા સહિતની નદીઓના જોડાણની પાંચ યોજનાઓના ડ્રાફ્ટ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ ગયા છે. એક વખત લાભાન્વિત રાજ્યો વચ્ચે સહમતિ સધાય પછી કેન્દ્ર તેના અમલીકરણ માટે સહ્યોગ પૂરો પાડશે.
પ્રી ફીઝીબીલીટી રોપોર્ટ, ફીઝીબીલીટી રિપોર્ટ, એમઓયુ અને ડીપીઆર પછી પણ પર્યાવરણની મંજૂરી, જંગલ વિભાગની મંજૂરી, આદિવાસી બાબતોના વિભાગની મંજૂરી, સિંચાઇ અંગેને સલાહકાર સમિતિ દ્વારા ટેક્નો-ઇકોનોમીક ક્લીયરન્સ, ફ્લડ કંટ્રોલની મંજૂરી, જશ શક્તિ મંત્રાલયની મંજૂરી, ઇન્વેસ્ટમેન્ટ ક્લીયરન્સ તથા બે રાજ્યો વચ્ચે સહમતિ, જન સુનાવણી, સ્થાનિક લોકોની સહમતિ અને છેલ્લે જો પડકારવમાં આવે તો સુપ્રીમ કોર્ટ સુધીની લડાઇ – આ બધા કોઠા વીંધ્યા પછી જ સ્થળ પર પ્રોજેક્ટ અમલમાં ઉતરી શકે છે.
એટલે જ આપણે ત્યાં કહેવત છે કે ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ગામમાં ધમાધમ, પરંતુ કોંગ્રેસે દક્ષિણ ગુજરાતમાં શરુ કરેલા પાર – તાપી – નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ વિરુદ્ધના આંદોલનનું તો એવું છે કે ભેંસ ભાગોળેય નથી ને છાશ છાગોળેય નથી ને બસ ધમાધમ કરવી છે. કારણકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને થોડા જ મહિનાની વાર છે. કારણકે પાર્ટી હાઇકમાન્ડે આંદોલનો ઉભા કરવાનું કહ્યું છે અને જનતા વચ્ચે જઇ આંદોલન ઉભું કરનારને ટિકીટ મળશે તેમ કહ્યું છે. કારણકે ડાંગ અને કપરાડાની પેટા ચૂંટણીઓમાં ભાજપે અસંભવ માની શકાય તેટલા મતોથી વિજય મેળવ્યો છે….
જો ખરેખર આદિવાસીઓનું સ્થળાંતર ન થાય, વૃક્ષો અને ઢોરનું સ્થળાંતર ન થાય, જમીનોનું અધિગ્રહણ ન થાય, જમીનો ડૂબમાં ન જાય આવી જ નિસ્બત હોત તો આ બધું થવાનું છે એ તો છેક 1982માં તત્કાલીન કેન્દ્ર સરકારે યોજનાને પરિકલ્પનાના સ્ટેજ પર મૂકી ત્યારે જ સ્પષ્ટ હતું. પ્રી ફીજીબીલીટી અને ફીઝીબીલીટી રિપોર્ટસ તૈયાર થયા ત્યારે પણ સ્પષ્ટ હતું. ડીપીઆર રિપોર્ટ તૈયાર કરતી વખતે પણ સ્પષ્ટ હતું. ડો.મનમોહન સિંઘ, પવન બંસલ, જયપ્રકાશ, અશોક ચવાણ વગેરે સૌએ યોજનાને કાગળ પર આગળ ધપાવી અને અનુમોદન કર્યું ત્યારે પણ સ્પષ્ટ હતું. કોંગ્રેસના સાંસદો જેમાં સ્વ. ઉર્મિલાબેન પટેલ, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે તેઓ તો વખતોવખત સંસદમાં પ્રશ્ન ઉઠાવીને નદીઓના જોડાણની યોજનાની પ્રગતિ કેટલે પહોંચી તે વિશે નિસ્બત વ્યક્ત કરતા હતા. કોંગ્રેસના સમયમાં જેટલા પણ ડેમ બન્યા – જેનું કોંગ્રેસ ગૌરવ પણ લે છે – એ બધા પ્રોજેક્ટમાં ઓછાવત્તા અંશે આ તત્વ તો હતું જ કે માણસનોનું સ્થળાંતર થાય, જંગલ કપાય, જમીન ડૂબમાં જાય વગેરે. પરંતુ તે પ્રોજેક્ટ થયા. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તાઓ મહેણું મારતા પણ અટકતા નથી કે ભાજપે અહીં એક પણ નવો ડેમ નથી બનાવ્યો! આને કોઇ દંભ કહે કે શીર્ષાસન કહે કે તકવાદીપણું કે દિશાવિહિનતા – જે પણ હોય તે, પરંતુ આખો પ્રોજેક્ટ જ જેણે કાગળ પર તૈયાર કર્યો હોય તે જ કોંગ્રેસ એ પ્રોજેક્ટનો આટલી હદે વિરોધ કરે એ આશ્ચર્ય તો જગાવે છે.
(આ યોજનાની વિગતો, આ યોજનાની અનિવાર્યતા, લાભાલાભ, પડકારો વગેરે વિસ્તૃત વિષય છે. અહીં માત્ર કોંગ્રેસના વિરોધાભાસી વલણના વિષયને જ સમાવાયો છે.
Related Stories
શીલા દિક્ષીતનું પ્રદાન, કેજરીવાલનો પ્રચાર અને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનું અજ્ઞાન
Gujarat, Centre not to go ahead with Par - Tapi - Narmada link project
Recent Stories
- Fake IAS officer held
- Cyclists hit by overspeeding SUV on SG Highway based overbridge
- Gujarat govt to form AI Task Force
- Khambhat police book 31 for attacking police personnel
- BJP wins Vav assembly by-election in Banaskantha
- Progress update of Vadodara - Dahod - MP Border section of Delhi-Mumbai Expressway
- Thaltej Gam Metro Station ready; likely to open in December 2024