ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
September 26, 2022
ભાડજઃ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના એસ.પી. રિંગરોડ સ્થિત ભાડજ સર્કલ પર ઔડા દ્વારા નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 73 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ કાર્યરત થતા રોજના હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સિક્સ લેન બ્રિજની પહોળાઈ 27 મીટર છે. આ બ્રિજના નિર્માણથી ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રોડ પરિવહનની ઝડપ વધશે.
બ્રિજના લોકાર્પણ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું