ઉકાઇ જળાશય યોજનાના ૧૬,૦૦૦ અસરગ્રસ્તોને ફાળવાયેલી જમીન જૂની શરતમાં ફેરવાશે
October 21, 2022
— હવે જમીન/મકાન/પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે-ખરીદ વેચાણ કરી શકાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉકાઇ જળાશય યોજનાના ૧૬ હજાર અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર ઉકાઈ જળાશય યોજનાના ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં અંદાજે ૫૦ વર્ષ પહેલાં નવી શરતે ફાળવાયેલી કુલ ૧૮,૨૩૨ એકર જમીન જૂની શરતમાં ફેરવાશે.
ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં ૫૦ વર્ષ પહેલાં અસરગ્રસ્તોને નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
ઉકાઈ જળાશયમાં ડૂબમાં ગયેલા તાપી જિલ્લાના અસરગ્રસ્તોને તા- ૩૦/૦૭/૭૨ના રોજ રહેણાંક તથા કોઢારાના હેતુ માટે બિનતબદીલ અને અવિભાજ્ય સત્તા પ્રકારથી આ જમીન ફાળવવામાં આવી હતી. આના પરિણામે અસરગ્રસ્તો બેન્ક તરફથી લોન, બોજો કે ખરીદ વેચાણના દસ્તાવેજ કરી શકતા ન હતા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને હવે આવા અસરગ્રસ્તો પોતાની ડૂબમાં ગયેલી જમીનના બદલામાં તેમને ફાળવાયેલી જમીન ખાસ કિસ્સામાં કોઈ પણ પ્રિમિયમ વસૂલ કર્યા વિના જૂની શરતમાં તબદીલ કરી આપવાનો નિર્ણય કર્યો છે.
હવે આ ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવયેલી જમીન જૂની શરતમાં ફેરવાતા તેઓ જમીન/મકાન/પ્લોટ ઉપર તેઓ ધિરાણ મેળવી શકશે અને તેનું ખરીદ-વેચાણ પણ કરી શકશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર