અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે ચૂંટણીતંત્ર સજ્જ ; મતગણતરી કેન્દ્રમાં ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત
December 07, 2022
ગાંધીનગર: અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે તા.૮મી ડિસેમ્બરના રોજ એલ.ડી. કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરની એલ.ડી. કોલેજ ખાતે ૮, ગવર્મેન્ટ પોલીટેક્નિક ખાતે ૬ અને ગુજરાત કોલેજ ખાતે ૭ બેઠકોની મતગણના થશે. દરેક વિધાનસભા દીઠ ૧૦ થી ૧૪ ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર મતગણતરીના કાર્યમાં જોડાશે.
અમદાવાદની કુલ ૨૧ વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ ૩ પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં,
• ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે ૩૯-વિરમગામ, ૪૦-સાણંદ, ૪૬-નિકોલ, ૫૭-દસક્રોઈ, ૫૮-ધોળકા, ૫૯-ધંધુકા એમ ૬ વિધાનસભા મતવિસ્તાર
• ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે ૪૭-નરોડા, ૪૮-ઠક્કરબાપાનગર, ૪૯-બાપુનગર, ૫૧-દરિયાપુર, ૫૨-જમાલપુર ખાડિયા, ૫૪-દાણીલીમડા, ૫૬-અસારવા એમ ૭ વિધાનસભા મતવિસ્તાર
• એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૪૧-ઘાટલોડિયા, ૪૨-વેજલપુર, ૪૩-વટવા, ૪૪-એલિસબ્રિજ, ૪૫-નારણપુરા, ૫૦-અમરાઈવાડી, ૫૩-મણિનગર, ૫૫-સાબરમતી એમ ૮ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી થશે.
તા.૮ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે, જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.
તાજેતર ના લેખો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે