ABVPની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક સુરતમાં યોજાશે
May 27, 2024
કર્ણાવતીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠક મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. આ બેઠક મા સમગ્ર ભારતભર માથી બધા જ રાજ્યોમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાશે, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ ‘નાગરીક સત્કાર સમારંભ’ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.
7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠકમા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્ય ની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.
ABVPની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક સુરતમાં યોજાશે https://t.co/8TaVkPDx9k pic.twitter.com/wKYeOOvcZE
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) May 27, 2024
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ છેલ્લા મહિના થી તૈયારીઓમાં લાગેલા છે. ગુજરાત આ બેઠકના માધ્યમ થી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે , સુરત ના લોકો 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે, ગુજરાત અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ પુરા શહેર ને સજાવવા હેતુ, વોલ પેન્ટિંગ, હોર્ડિંગ્સ અને લાઈટિંગ્સ માટે ની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટે ના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસે થી લઘુનીધી એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જે અભિયાનમાં ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નાની નિધિ એકત્રીત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠક નું આયોજન કરવાનો પ્રયાસ કરશે.”
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે