Gujarati Recipe of Methi Dahinu Shak(Gujarati text)
November 09, 2011
મેથીનું દહીંવાળું શાક
સામગ્રીઃ
૨૦૦ગ્રા. મોળું દહીં,
૧૦૦ગ્રા. ચણા- લોટ,
૨૦૦ગ્રા. મેથી,
લીલું મરચું, મીઠું,
હળદર,તેલ, ખાંડ
રીતઃ
મેથીના પાને સમારી, ધોઈને વધારો.તેમાં ઉપર લખેલો મસાલો નાખો. પાન ચઢવા આવે એટલે દહીંમાં ચણાના લોટનું ખીરું બનાવીને ભાજીમાં ધીમે ધીમે નાખી હલાવો.બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો. (મેથીની ભાજી-બટાટા, મેથીની ભાજી-રીંગણ, મેથીની ભાજી-મગની દાળ, મેથીની ભાજી- વાલોળ, મેથીના મૂઠિયા,મેથી પાપડી વગેરેનું મિકસ શાક બનાવી શકાય છે.)
પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. કડવો રસ આપનાર મેથી ખોરાકને વિશિષ્ટ સ્વાદ આપવા સાથે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. વાયુનું શમન કરે છે, પિત્તશામક છે. તેનાથી દસ્ત સાફ આવે છે.પિત્ત પ્રકૃતિવાળા માટે ખાસ ઉપયોગી છે.
Recent Stories
- Renowned Gujarati singer and music composer Purushottam Upadhyay passes away
- Gujarat sets 2047 target to handle 2,000 MMTPA cargo
- Delhi High Court grants relief to AMUL; restrains 'AMUL Dehydration' from using its trademark
- Gujarat-based FPO mentored by Reliance Foundation wins CII FPO Excellence Awards
- Gujarat CM completes 2 years in office after 2022 assembly polls
- Inside Isha Yoga Center Coimbatore ; How's Sadhguru Jaggi Vasudev Created Spiritual Hub
- 56 Pakistani Hindus given Indian citizenship in Ahmedabad; 1,200 since 2017