Recipe of Vada Pav(explained in Gujarati text)

વડાપાઉં


માત્રા: ૨૦ નંગ

સામગ્રી:

૨૫૦ ગ્રામ બટાકા, તેલ પ્રમાણસર, અડધી નાની ચમચી રાઈ, ૨ નાની ચમચી અડદની દાળ, મીઠો લીમડો, ૧ નાની ચમચી હળદર, ૧ નાની ચમચી તલ, ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી,૧ નાની ચમચી વાટેલાં આદું- મરચાં, ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ નંગ લીંબુ, ૨ નાની ચમચી ખાંડ, ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, ૨૦ નંગ ભજીપાઉંની બ્રેડ , ઘી અને માખણ, ચણાનો લોટ પ્રમાણસર, અડધી નાની ચમચી મરચું, મીઠું પ્રમાણસર

રીત:

– બટાકાને બાફી, છોલીને છીણી નાખવા.ગેસ પર એક વાસણમાં ૨ ચમચી તલમાં રાઈ, અડદની દાળ,લીમડો,તલ ,હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાં.બ્રાઉન થવા દેવું.

– તેમાં બટાકા અને બાકીનો મસાલો નાખવો.બટાકાવડા ચપટાંવાળી, ચણાનાં લોટનાં ખીરાંમાં બોળી,તેલમાં તળી લેવાં.

– ભાજીપાઉંના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી,માખણ લગાડી,ગળી ચટણી,લસણની ચટણી,તીખી કોથમીરની ચટણી પાથરી,તેનાં પર બટાકાવડાને મૂકી,ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.

– લોઢી પર ઘી,તેલ મૂકી ,બન્ને બાજુ શેકવું.તેની ઉપર સેવ અને કોથમીર ભભરાવવી.