તેલંગણા સરકાર ઈમામો અને મુઅઝ્ઝીનોને માસિક 5000 મહેનતાણુ આપશે

હૈદરાબાદઃ તેલંગણા સરકારે રાજ્યના ઈમામો તેમજ મુએઝીનોને દર મહિને રૂ. 5000 મહેનતાણુ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની આ યોજનાથી તેલંગણાના હજારો ઈમામો તથા મુએઝીનોને લાભ થશે. રાજ્ય સરકારની યોજનાની આ રકમની વહેંચણી વકફ બોર્ડ મારફત કરવામાં આવશે.

એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, હફીઝ મોહમ્મદ અબ્દુલ્લાએ જણાવ્યું કે, હું મોહમ્મદ લેનમાં આવેલી જામા મસ્જિદમાં છેલ્લા આઠ-દસ વર્ષથી ઈમામ છું. માસિક રૂ. 5000ના વેતન બદલ હું કેસીઆર સાહેબનો આભાર માનું છું, અને આશા રાખું છું કે આ વેતન લાંબા સમય સુધી મળતું રહેશે. ઈમામે વધુમાં કહ્યું કે, હું ઓવૈસી સાહેબનો તથા સ્થાનિક ધારાસભ્યનો પણ આભાર માનું છું. તમે અમને જે કોઈ રકમ આપો છો તે વિશેષ છે. અત્યાર સુધી કોઈ સરકારે અમારું ધ્યાન રાખ્યું નહોતું, પરંતુ કેસીઆર સાહેબ આ કામ કરી રહ્યા છે. હું તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

મોહમ્મદ સલાઉદ્દીન આઝમ નામના બીજા એક ઈમામે કહ્યું કે, પોતે છેલ્લા 40 વર્ષથી ઈમામ તરીકે કામ કરે છે. મહિને 5000 રૂપિયાનું વેતન આપવા બદલ હું કેસીઆર સાહેબનો આભાર માનું છું. આ વેતન અમને માત્ર કેસીઆર સાહેબને કારણે મળે છે.