હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે થઇ રહેલી દલીલો વચ્ચે નરેન્દ્રભાઇ મોદીનો જૂનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે
June 02, 2022
નવી દિલ્હીઃ ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુરુવારે ભાજપનો ભગવો ધારણ કર્યો ત્યારે અમુક માત્રામાં ભાજપ સમર્થકો તેમજ મીડિયાના એક ભાગ દ્વારા હાર્દિક અને ભાજપ બંનેની કરવામાં આવી રહેલી ટીકાના સંદર્ભમાં નરેન્દ્રભાઈ મોદીનો એક જૂનો વીડિયો આજે એક ટ્વિટ દ્વારા વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં નરેન્દ્રભાઈ એમ કહેતા સંભળાય છે કે, “ઈતિહાસ હમેં યહી સિખાતા હૈ, લડાઈ જીતને કે લિએ કભી કભી વિભીષણ કા સહારા લેના પડતા હૈ, ઔર જો ઈતિહાસ સે સબક લેતા હૈ વો કભી નહીં હારતા.”
વીડિયોની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદી કહે છે કે, “પ્રારંભમાં અચાનક સમાચાર મળે ત્યારે કાર્યકરોના મનમાં થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય, પરંતુ છેવટે અમારા પક્ષના કાર્યકરો સમજતા હોય છે કે અમારે ઘણી મોટી લડાઈ લડવાની છે તો ક્યારેક અમે વિભીષણની મદદ પણ લઈએ છીએ.”
इतिहास हमें यही सिखाता है
लड़ाई जितने के लिए कभी कभी विभीषण का सहारा लेना पड़ता है
और जो इतिहास से सबक लेता है वो कभी नहीं हारता pic.twitter.com/phloUTOnfT— Modi Bharosa (@ModiBharosa) June 2, 2022
કોંગ્રેસની નીતિઓ સામે રાજકીય યુદ્ધમાં એક સમયે ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત નરેન્દ્ર મોદીએ ઘણાબધા ઈન્ટર્વ્યુમાં એવી અનેક વાતો કહેલી છે જેને આજે ફરી ફરી સાંભળવામાં આવે તો એવું જ લાગે કે એ સમયની ઘઠનાઓની વાતો કરતાં કરતાં જાણે તેઓ ભવિષ્યવાણી કરી રહ્યા છે.
આ વીડિયોમાં નરેન્દ્રભાઈના જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે, તે સમયે કોંગ્રેસના કોઈ નેતા કાંતો ભાજપમાં જોડાયા હશે અથવા ચૂંટણી જીતવામાં ભાજપને મદદ કરી હશે. એ વિશે પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં મોદીજી સ્પષ્ટ કહે છે કે – આ એક પ્રકારે યુદ્ધ હતું. એક રણનીતિ અનુસાર અમે ભારતને એ સંદેશો આપવા માગતા હતા કે કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે, કોંગ્રેસ હારી રહ્યો છે અને કોંગ્રેસના લોકો ભાગી રહ્યા છે. અને એ સંદેશો આપવામાં અમે સફળ રહ્યા. લડાઈમાં અમારે પણ કોઈ વ્યૂહરચના ઘડવી પડે, એ અમારી રણનીતિનો ભાગ હતો.
અહીં નોંધવું ઘટે કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના તમામ સંગઠનોમાં મનાય છે કે માણસ જેવો મળે એવો લેવાનો અને જેવો જોઇએ એવો બનાવવાનો. શક્તિઓનો સમન્વય કરીને હિતકારી કાર્યોને વધુ પ્રસારવાની અને મજબૂત કરવાની નીતિ આમાં રહેલી છે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’