અગ્નીવીર ભરતી માટે ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં 15 ઑક્ટોબરથી 08 નવેમ્બર રિક્રુટમેન્ટ રેલી
August 23, 2022
અમદાવાદઃ ગુજરાતના યુવાનોની આર્મીમાં અગ્નીવીર તરીકે વધુમાં વધુ ભરતી થઇ શકે તે હેતુથી ઇન્ડિયન આર્મી રિક્રુટમેન્ટ રેલી ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, નવરંગપુરા,અમદાવાદ ખાતે ૧૫-ઓક્ટોમ્બર-૨૦૨૨ થી ૦૮-નવેમ્બર-૨૦૨૨ ના સમયગાળા દરમિયાન યોજાશે.
આ ભરતી રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉત્સાહી પુરુષ ઉમેદવારોએ તા. ૦૩-સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં www.joinindianarmy.nic.in પર ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. ઉપરોક્ત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે ફરજીયાત વેલીડ ઈ-મેઈલ આઈડી, એજ્યુકેશન સર્ટીફિકેટ, પર્સનલ ડિટેલ્સ, ડોમીસાઈલ સર્ટીફિકેટ, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
ઇન્ડિયન આર્મી રેલી “અગ્નિવીર” જી.ડી. માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૪૫% સાથે ધોરણ ૧૦ પાસની લાયકાત જરૂરી છે.
“અગ્નિવીર” ટ્રેડસમેન માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ધોરણ ૧૦ પાસની લાયકાત.
“અગ્નિવીર” ટ્રેડસમેન (હાઉસકીપર, મેસ કીપર) માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ધોરણ ૦૮ પાસની લાયકાત જરૂરી.
“અગ્નિવીર” ટેકનીકલમાં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૭ સે.મી હાઈટ, ૫૦% સાથે ધોરણ ૧૨ સાયન્સ પાસ જરૂરી.
“અગ્નિવીર”કલાર્કમાં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૨ સે.મી હાઈટ, ૬૦% સાથે ધોરણ ૧૨ પાસ હોય તેવા પુરુષ ઉમેદવારો ઓનલાઈન એપ્લાય કરી શકશે.
ઓનલાઈન એપ્લીકેશન કર્યા બાદ ફિઝિકલ ટેસ્ટ માટે ૧૮-સપ્ટેમ્બર-૨૨ થી ૨૫-સપ્ટેમ્બર-૨૨ માં ઉમેદવારના ઈ-મેઈલ અને મોબાઈલ પર મેસેજ આવશે, જેમાં ફિઝિકલ એક્ઝામની તારીખ સમય વગેરે દર્શાવવામાં આવશે.
આ બાબતે વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર) ની કચેરી, પ્રથમ માળ, બ્લોક-એ, બહુમાળીભવન, અસારવા, અમદાવાદ અથવા એ.આર.ઓ ઓફીસ અમદાવાદના હેલ્પ લાઈન નંબર ૦૭૯ – ૨૨૮૬૧૩૩૮ તેમજ ૯૯૯૮૫૫૩૯૨૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’