ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે
September 01, 2022
— ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા કેન્દ્ર સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦૦ કરોડની સહાય આપવામાં આવશે
— ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી
— રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આયાત ઘટાડવા અને રોજગારી વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે
ગાંધીનગરઃ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવામાં આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા જગ્યા નિર્ધારિત કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. ૧૦૦૦ કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે.
ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
રાજ્યમાં નવી રોજગારની તકો ઉભી થશે અને રાજ્યના ઔધોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારનાં વિઝન “Make in India” અને “આત્મનિર્ભર ભારત” ખરા અર્થમાં સાર્થક થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ