ગુજરાત પોલીસે એક વર્ષમાં ૪૫૦ સ્થળોએ રેડ પાડીને ૬૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છેઃ હર્ષ સંઘવી
September 11, 2022
— રાજ્યની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબદ્ધ
— છેલ્લા એક વર્ષમાં એક પણ ડ્રગ્સ વેચનારાઓને જામીન મળ્યા નથી : ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસીની ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા
— મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી
— એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તાના પોર્ટ પરથી ડી.આઈ. આર.સાથે મળીને ૨૮૦ કરોડનું ૩૯ કિલો જેટલું ડ્રગ્સ પકડયું છે
— ગુજરાતએ દેશભરમાં સૌથી વધુ રોજગારી આપીને યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરનારૂ રાજય છે
સુરતઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલાં લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે તેમ ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવીએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને સુરત ક્રાંઇમ બ્રાંચને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને ગઈકાલે કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને ૨૮૦ કરોડનું ૩૯ કિલો ડ્રગ્સ પકડ્યું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાતની એટીએસની મદદથી પકડાયું છે. રાજ્યની પોલીસે ગુજરાત નહીં પણ દેશની અનેક રાજ્યની સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાની બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે.
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારોને વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં ૪૫૦ સ્થળોએ રેડ પાડીને અંદાજીત ૬૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. સાથે ૬૫૦થી વધુ ડ્રગ્સ માફિયાઓને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમાંથી આજદિન સુધી કોઈને પણ જામીન ન મળ્યા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું.
ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પૉલીસી ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા રહી હોવાનું જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પૉલીસીના કારણે અલગ-અલગ રાજ્યની વિગતો આપણને મળી રહી છે. બાતમીદારોને ડ્રગ્સ વિશેની માહિતી માટે મોટી ઈનામી રકમ આપવામાં આવે છે જેથી ગુજરાત પોલીસને ડ્રગ્સ વિશેની મહત્ત્વની માહિતી મળે છે. અન્ય રાજયોની પોલીસ પણ આ ડ્રગ્સ પૉલીસીની વિગતો આપણી પાસેથી મંગાવે છે. તેમણે સૌએ સાથે મળીને ડ્રગ્સની લડાઈમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાધનને ખોખલું કરતા ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સઘન કામગીરી કરી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા ગુજરાતની પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના નેટવર્ક તુટવાથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને મોટું નુકશાન પહોચ્યું છે. રાજ્યની પોલીસ કોઈ પણ રીતે પીછેહડ કરશે નહીં. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કોલકાતા જેવાં શહેરો અને રાજ્યોના યુવાનોનું જીવન બરબાદ થતા અટકાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.
રાજ્યની પોલીસ દ્વારા ડ્રગ્સ સામેની લડાઈની વિગતો આપતા કહ્યું કે, તાજેતરમાં નવી દિલ્હીમાં પકડવામાં આવેલું ડ્રગ્સ અને મુઝફરમાં પકડાયેલા ડ્રગ્સ અંગેની વિગતો પણ આપણી ગુજરાત પોલીસે આપી હતી.
ગુજરાત એ દેશભરમાં સૌથી વધુ રોજગારી આપીને યુવાનોના સ્વપ્નાઓને સાકાર કરનારૂ રાજ્ય છે. ડ્રગ્સ પર રાજનીતિ કરવી ન જોઈએ. ડ્રગ્સ સામેની લડાઈ વધુ મક્કતાથી વધુ ઝડપથી ચાલશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે