કેરળમાં કોંગ્રેસનું “દુકાન તોડો, ભારત જોડો” અભિયાન; ગરીબ શાકવાળા પાસેથી જોઇતી રકમ ન મળતાં તોડફોડ
September 16, 2022
તિરૂવનંતપુરમઃ રાહુલ ગાંધીની કથિત ભારત જોડો યાત્રા પહેલા દિવસથી વિવાદમાં રહી છે. અને હવે તેમના કાર્યકરો ભંડોળ ઉઘરાવવાના નામે સામાન્ય નાગરિકો સાથે મારામારી કે તોડફોડ પણ કરવા લાગ્યા છે.
કેરળના કોલ્લમમાં આજે કોંગ્રેસી કાર્યકરોએ અસલ પોત પ્રકાશ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસ દ્વારા નાગરિકો પાસેથી “પઠાણી” ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનું આજે જાણવા મળ્યું હતું.
કોલ્લમમાં શાકભાજી વેચવાનો ધંધો કરતા એસ. ફવાદ નામના એક સામાન્ય વેપારીનો શાકભાજીનો ખુમચો કોંગ્રેસી કાર્યકરોએ આજે તોડી નાખ્યો હતો.
આ અંગે ફવાદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો તેમની પાસે આવ્યા હતા અને ભારત જોડા યાત્રા માટે ભંડોળ આપવાની માગણી કરી હતી. મારી પાસે સગવડ હતી એ પ્રમાણે મેં રૂપિયા 500 આપ્યા. પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ ઓછામાં ઓછા રૂપિયા 2000 આપવાની માગણી કરી. હું એટલી રકમ આપી શકું તેમ નહોતું, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર થઈને મને ધાકધમકી આપવાનું શરૂ કર્યું. છતાં હું એમને જોઈતી રકમ ન આપી શક્યો ત્યારે તેમણે મારા શાકભાજીના ટોપલા ફેંકી દીધા હતા અને મારી ખુમચાને નુકસાન પહોંચાડ્યું હતું.
જોકે આવી શરમજનક ઘટના મીડિયામાં ઉછળતાં પક્ષે તાબડતોબ પગલાં લઇને કોંગ્રેસના ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ