“આમ આદમી” કેજરીવાલ છ મહિનામાં આઠ વખત ચાર્ટર ફ્લાઈટમાં ગુજરાત આવ્યા
September 20, 2022
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આ વર્ષના અંતે યોજનાર ચૂંટણીમાં વિશેષ રસ લઈ રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નિયમિત રીતે રાજ્યના વિવિધ શહેરો અને ક્ષેત્રોની મુલાકાત લઈ રહ્યા છે.
કેજરીવાલે એપ્રિલ 2022થી 11 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ઓછામાં ઓછી 14 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. આ મુલાકાતોમાંથી ઓછામાં ઓછી સાત વખત તેઓ ખાનગી વિમાન – ચાર્ડર્ડ ફ્લાઈટમાં અવરજવર કરી હોવાનું જાણવા મળે છે. આજની તેમની વડોદરાની મુલાકાત ઉમેરવામાં આવે તો આ ગાળામાં ગુજરાતની તેમની 15મી મુલાકાત ગણાય. જેમાં તેમણે કુલ આઠ વખત ખાનગી-ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કર્યો છે.
Self proclaimed "Aam Aadmi" Arvind Kejriwal's luxurious chartered flight journeys to Gujarat come into focus https://t.co/kNlUD2q6Xn pic.twitter.com/kslWpjRpJM
— DeshGujarat (@DeshGujarat) September 20, 2022
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપૂરે આજે આ અંગે એક ટ્વિટ કરીને જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં ઑટો રિક્શામાં બેસીને પ્રજાની વચ્ચે જવાના મુદ્દે અમદાવાદ પોલીસ સાથે વિવાદ કર્યાના સમાચાર પછી આપ-ના નેતા અરવિંદ કેજરીવાલની ચાર્ટર પ્લેનની યાત્રાઓ સમાચારોમાં ચમકી રહી છે.
તે સાથે નિર્ણય કપૂરે કેજરીવાલની એક એપ્રિલ 2022થી 11 સપ્ટેમ્બર, 2022 સુધીની ગુજરાતની 14 મુલાકાતોની યાદી તેમના સોશિયલ મીડિયા ઉપર શૅર કરી અને સાથે લખ્યું કે, એમ તો આજે કેજરીવાલ વડોદરા પણ પ્રાઇવેટ પ્લેનમાં જ પહોંચ્યા હતા.
कुछ दिन पहले ऑटो रिक्शा से जनता के बीच जाने को लेकर @AhmedabadPolice से उलझने की खबर के बाद AAP के नेता @ArvindKejriwal की चार्टर प्लेन से यात्रायें सुर्ख़ियों में हैं..ये है अप्रैल 2022 से अब तक उनकी गुजरात यात्राओं का ब्यौरा.. वैसे आज वड़ोदरा भी वो प्राइवेट प्लेन से ही पहुंचे pic.twitter.com/9XxkE6ONoD
— Nirnay Kapoor (@nirnaykapoor) September 20, 2022
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે