‘યોગાસન’ નો સૌ પ્રથમવાર ‘નેશનલ ગેમ્સ -૨૦૨૨’માં સમાવેશ, રમત સ્વરૂપે જોવા મળશે યોગનું આધુનિક સ્વરૂપ
September 23, 2022
— વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘યોગા ફોર લાઈફ’ મંત્રોને ‘યોગા એઝ સ્પોર્ટ્સ’ અને ‘યોગાસન@નેશનલ ગેમ્સ’ થકી સાર્થક કરશે ગુજરાત
ગુજરાતમાં સૌ પ્રથમવાર ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. આ રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગાસનના સમાવેશ થકી ગુજરાત હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘યોગા ફોર લાઈફ’ મંત્રોને ‘યોગા એઝ સ્પોર્ટ્સ’ અને યોગાસન@નેશનલ ગેમ્સ થકી સાર્થક કરશે.
રમત તરીકે યોગાસન સ્પર્ધાઓ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં યોજાય છે – કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત. કલાત્મક યોગાસન એ કલાત્મક જિમ્નેસ્ટિક્સ જેવું જ છે. રમતવીરોએ તેમના પ્રદર્શનને સંગીત સાથે સમન્વયિત કરતી વખતે ત્રણ મિનિટ માટે મુદ્રામાં યોગ પ્રદર્શન કરવાનું રહે છે. રમતવીરોએ પૂર્વનિર્ધારિત સૂચિમાંથી 10 આસનો કરવાના હોય છે, જેમાં પગનું સંતુલન, હાથનું સંતુલન, પાછળ ઝૂકવું , આગળ ઝૂકવું અને શરીરને વાળવું એ મુખ્ય સંતુલન પ્રવૃતિઓ હોય છે. કલાત્મક યોગાસન વ્યક્તિગત તેમજ જોડી કેટેગરીમાં યોજાય છે. પરંપરાગત યોગાસન ઇવેન્ટમાં સંતુલન અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવતા આસન પર આધાર રાખીને સહભાગીઓએ 15 સેકન્ડ અથવા 30 સેકન્ડ માટે તેમની મુદ્રાઓમાં સ્થિર રહેવાનું હોય છે. ત્રીજી ઇવેન્ટ કેટેગરી, લયબદ્ધ યોગાસન, જોડી અને પાંચના જૂથોમાં યોજવામાં આવે છે. ખેલાડીઓએ એકબીજા સાથે સુમેળમાં આસનો કરવા અને દરેક મુદ્રામાં પાંચથી સાત સેકન્ડ સુધી જાળવી રાખવાના હોય છે. તેમાં બે મુદ્રાઓ વચ્ચે સ્મૂધ ટ્રાન્ઝિશન માટે પણ પોઈન્ટ્સ આપવામાં આવે છે.
ગુજરાત ખાતે યોજવા જઈ રહેલી નેશનલ ગેમ્સ ૨૦૨૨માં કેટેગરીવાઇસ કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત યોગાસન ઇવેન્ટસ સ્ત્રી અને પુરુષ વર્ગ માટે વ્યક્તિગત, જોડીમાં તેમજ ગ્રૂપમાં અલગ અલગ સ્પર્ધાઓમાં યોજાશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી ૧૦ જેટલા રોગ નિવારણ માટે ૧૩૩ આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- વલસાડ પોલીસનો મિશન ‘મિલાપ’: માત્ર ૧૦ મહિનામાં ૪૦૦ લાપતા/અપહ્યુપ્ત વ્યક્તિઓને તેમના પરિવારો સાથે મિલન
- સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય; ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
- દૂરબીનથી ઓપરેશન કરીને ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને બાળકને બચાવી લેવાયું