તેલંગણામાં શાસક પક્ષના નેતાએ દારુની બૉટલ સાથે જીવંત મરઘીનું વિતરણ કર્યું
October 04, 2022
ભાગ્યનગરઃ તેલંગણાના શાસક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિના એક નેતાએ મતદારોની ખુશામતની તમામ હદ વટાવી દીધી હોય તેમ દારૂની બૉટલની સાથે જીવંત મરઘી વહેંચતા જોવા મળ્યા હતા.
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટીઆરએસના એક નેતા એક વિસ્તારમાં જાહેરમાં દારૂની બૉટલોનું અને સાથે જીવંત મરઘીનું વિતરણ કરી રહ્યા છે અને એ લેવા માટે મુખ્યત્વે શ્રમિક વર્ગના લોકોએ લાઇન લગાવેલી છે.
KCR की पार्टी तो फ्री रेवड़ी बांटने में केजरीवाल से भी आगे निकल गई
दारू के साथ चखना भी फ्री दे रहा हैइस देश को ऐसी पार्टियों से बचा लो मोदी जी, नहीं तो अगला श्रीलंका होगा भारत pic.twitter.com/sQTd25TlZq
— Social Tamasha (@SocialTamasha) October 4, 2022
ટીઆરએસના આ નેતાએ રીતસર તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ તેમજ સ્થાનિક નેતાનું વિશાળ કટ-આઉટ પણ આ વિતરણ સ્થળે લગાવ્યું છે.
વાયરલ થયેલા આ વીડિયોને શૅર કરીને સોશિયલ તમાશા નામના ટ્વિટર હેન્ડલે લખ્યું છે કે, કેસીઆરની પાર્ટી તો મફત રેવડી વહેંચવાની બાબતમાં કેજરીવાલ કરતાં પણ આગળ નીકળી ગઈ. (તે) દારુની સાથે ચખના પણ ફ્રી આપે છે. આ દેશને આવા રાજકીય પક્ષોથી બચાવી લો મોદીજી, અન્યથા હવે પછી શ્રીલંકા જેવી હાલત ભારતની થશે.
દેશ ગુજરાત
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Tata Power Restarts 4,150 MW Mundra Plant After 9-Month Shutdown
- IMD Forecasts Rain in Parts of Gujarat for Next 48 Hours; Yellow Alert for Thunderstorms Issued
- 1,400 kg Paneer Seized in Surat Found Sub-Standard; Lab Reports Confirm Industrial Acid
- Stray Dog Menace Continues: 5-Year-Old Boy Attacked by Pack in Surat
- Vadodara Airport Set for Air Taxi Connectivity to Bhuj, Diu, Porbandar
