કાશ્મીરમાં સલામતી દળોની જાનહાનીમાં 84 ટકાનો ઘટાડો થયો છેઃ અમિત શાહ
October 05, 2022
બારામુલ્લાઃ જમ્મુ-કાશ્મીરમાં સાત દાયકામાં ત્રાસવાદે 42,000 કરતાં વધુ લોકોનો ભોગ લીધો હતો, પરંતુ હવે સલામતીની સ્થિતિમાં સુધારો થયો છે. હવે કોઈની હડતાલનું એલાન આપવાની કે પથ્થરમારો કરવાની હિંમત નથી, તેમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે બારામુલ્લામાં જણાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાને આ અગાઉ આજે સવારે વિવિધ સલામતી એજન્સીના અધિકારીઓ ઉપરાંત વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે
બેઠક બાદ બારામુલ્લામાં વિશાળ જાહેરસભાને સંબોધતા અમિતભાઈ શાહે કહ્યું હતું કે, મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ, ભ્રષ્ટાચારનો અંત લાવવા માગે છે તથા જમ્મુ-કાશ્મીરના સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્રીય ગૃહપ્રધાને જમ્મુ-કાશ્મીરમાં વિકાસની અનેક યોજનાઓના લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ આ પ્રસંગે કર્યા હતા.
ત્રાસવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવેલી છે અને પરિસ્થિતિ ઉપર સલામતી દળોએ સંપૂર્ણ અંકુશ મેળવ્યો છે.
અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લા થોડાં વર્ષમાં ત્રાસવાદી ઘટનાઓમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો છે અને સલામતી દળોની જાનહાનીમાં 84 ટકાનો ઘટાડો નોંધાયો છે, એટલું જ નહીં પરંતુ ત્રાસવાદીઓની ભરતીમાં પણ ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે.
2014થી સ્થિતિમાં મોટો તફાવત એ આવ્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં વિકાસને પ્રાધાન્ય આપ્યું છે અને પ્રગતિ હવે સ્પષ્ટ જોઈ શકાય છે.
અમિતભાઈ શાહે કોઇનું નામ લીધા વિના જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી ચાલેલા કૌટુંબિક (ડાયનેસ્ટી) રાજની આકરી ટીકા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સ્વતંત્રતાથી લઇને 2019 સુધી જમ્મુ-કાશ્મીરમાં રૂપિયા 19,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું હતું અને 2019થી અત્યાર સુધીમાં રૂપિયા 56,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. હવે રાજ્યના ઓછામાં ઓછા 27 લાખ લોકોને આરોગ્ય વીમાનો લાભ મળે છે. રાજ્યમાં હવે 58 ટકા ઘરમાં પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પહોંચતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ