ચોંકાવનારી છે બેટ દ્વારકાની કેટલીક ઓછી જાણીતી હકીકતો

દ્વારકાઃ  છેલ્લા થોડા દિવસથી દ્વારકા નજીક આવેલું બેટ દ્વારકા સમાચારોમાં છે. અહીં છેલ્લા થોડા દાયકા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં બંધાઈ ગયેલાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સ્થળની ઐતિહાસિક અને ભૌગોલિક વિગતો વિશે સૌએ જાણવું જોઇએ.

વડોદરા ગાયકવાડ સ્ટેટ અંતર્ગત ઓખા મંડળ તાલુકાનો સમાવેશ થતો. બેટ દ્વારકા ઓખામંડળ તાલુકાનું મોટું ધાર્મિક સ્થાન હતું. બેટ દ્વારકા મુખ્ય મંદિરનો વહીવટ અને સંચાલન ગાયકવાડ સ્ટેટ દ્વારા પોતાની દેખરેખમાં કરવામાં આવતો.

બેટ દ્વારકાનું સંચાલન અને રક્ષણ ગાયકવાડ સ્ટેટ દ્વારા વાઢેર ક્ષત્રિઓને સોપવામાં આવેલું હતું.

વડોદરા ગાયકવાડ સ્ટેટના સંચાલન સુધી ઓખા મંડળ તાલુકામાં સૌથી મોટી વસ્તી બેટ દ્વારકામાં હતી. અંદાજે ૧૭૩૫ કુટુંબો (એક કુટુંબ એટલે શરેરાશ ૩૦ લોકો) નો વસવાટ બેટ દ્વારકામાં હતો.

દેશ આઝાદ થયા બાદ વર્ષ ૧૯૨૦ માં થયેલી વસ્તીગણતરી મુજબ બેટ દ્વારકા (BEYT TOWN) મ્યુનિસિપલ બ્યુરો (નગરપાલિકા) હતી. ૧૯૩૦ની વસ્તી ગણતરી મુજબ કુલ ૩૩૮૭ મતદારો હતા. જેમાં ૧૭૧૯ પુરુષ તથા ૧૦૩૭ બહેનો હતી. જેમાંથી શિક્ષિત પુરુષ 644 અને શિક્ષિત મહિલા 223 હતી. આ વસ્તી ગણતરી સમયે મુસ્લિમ મતદારો અંદાજે ૫૦૦ હતા. અને હિંદુ મતદારો અંદાજે ૨૭૮૬ હતા. એ આંકડા મુજબ હિંદુની વસ્તી અંદાજે ૯૦૦૦ તથા મુસ્લિમ વસ્તી અંદાજે ૧૨૦૦ જેવી થાય.

આજની સ્થિતિમાં હિંદુ જન સંખ્યા ૯૬૦ તથા મુસ્લિમ જન સંખ્યા ૬૦૪૦ ની છે. છેલ્લા ૮૦ વર્ષમાં હિંદુઓની ખૂબ મોટા પ્રમાણમાં હીજરત થઈ છે. જ્યારે મુસ્લીમમાં સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે.

ગાયકવાડ સરકાર સમયે બેટના અંદાજે કુલ ૪૦૦ ની વસ્તી ધરાવતા મુસ્લિમો દ્વારા વર્ષ ૧૯૪૫ માં મસ્જિદ માટે જગ્યાની માંગણી કરી હતી. જે તે સમયે મુસ્લિમોને ૨૦ બાય ૨૦ મીટરની જગ્યા ફાળવવામાં આવેલી હતી. જે હાલ મસ્જિદ ચોક તરીકે ઓળખાય છે. આ સિવાય દરગાહ કે મસ્જિદ માટે સરકાર દ્વારા કોઈ જગ્યા મુસ્લિમોને ફાળવવામાં આવેલી નથી.

રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ

જખૌ નજીક નારાયણ કોટેશ્વર પાસે પકડાયેલા ૧૫૦૦ કરોડના ડ્રગ્સનો મુખ્ય આરોપી રમજાન પલાણી બેટ દ્વારકાનો છે. તેની સાથે 6 પાકિસ્તાની નાગરીકો પણ પકડાયેલા છે. તેમજ કુલ ૬ બોટ જપ્ત કરવામાં આવેલી છે. જેમાંથી ૨ બોટ રમજાન પલાણીની છે.

બેટ દ્વારકાના બસીર બૈતારા તથા સિકંદર મામદ બેતારા ડ્રગ્સના કૌભાંડમાં સંડોવાયેલ છે.

બેટ દ્વારકામાં ગાંજો અને ચરસના ગુનાઈત કૃત્યનો મોટો ધંધો તાલબ જાડેજા કરે છે. જેના પર અનેક ગુના નોંધાયેલા છે. તેણે પણ બેટ દ્વારકામાં અનધિકૃત રીતે સરકારી જમીન પર વિશાળ બંગલો અને મચ્છી ગોડાઉન બનાવેલું જે સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

બેટ દ્વારકામાં આશરે ૧૦ વર્ષ પહેલા ગૌચરની જમીન પર પાંચીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં બનાવવામાં આવેલાં ગેરકાયદે મકાનો ડીમોલેશન કરી તોડી પાડવામાં આવ્યાં હતાં જે જગ્યાએ ફરીથી ૧૫૦ જેટલાં મકાનો બનાવવામાં આવ્યાં છે. અહીં ખૂબ મોટી જગ્યા દબાવી મચ્છીના ગોડાઉન બનાવવામાં આવેલા જે ગોડાઉન સરકાર દ્વારા હાલના ડીમોલેશનમાં ધ્વસ્ત કરવામાં આવેલાં છે.

હાલમાં ગેટની મુસ્લિમ સમુદાયની ૨૦ બોટો અને ૨૫ ખલાસીઓ પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલા છે. સ્થાનિક જાણકારી મુજબ આ તમામ લોકો પાકિસ્તાનની જેલમાં નહીં પરંતુ મદરેસામાં પ્રશિક્ષણ મેળવે છે.

રજાક હાસમને પાકિસ્તાન દ્વારા બોટ સાથે પકડવામાં આવેલો અને જ્યારે તે છુટીને આવ્યો ત્યારે મુંજાવર બની ગયો હતો. (પ્રશિક્ષણ વગર મુંજાવર થઈ શકાય નહીં.)

ગુજરાતના દરિયાઈ કાંઠાનો અસંખ્ય વાર ડ્રગ્સ, ફેક કરંસી, પાકિસ્તાની કરંસી, હથિયાર, વિસ્ફોટક પદાર્થો, RDX, ગોલ્ડ માટે ગેરકાનૂની ઉપયોગ થયો છે. NIA ની ચાર્જશીટમાં શામેલ રમજાન પલાણી બેટ દ્વારકાનો જ છે.

ડ્રગ્સ અલગ અલગ રાજ્યોમાં પહોંચાડવા માટે પણ ગુજરાતની દરિયાઈ પટ્ટીનો ઉપયોગ થાય છે. NIA દ્વારા પકડવામાં આવેલા 337 કિલો ડ્રગ્સના આરોપીઓએ સ્વીકાર્યું છે કે આ જથ્થો ગુજરાતના કાંઠે ઉતારવાનો હતો.

કસાબ જેવા આતંકવાદીની સહાયતા પણ ગુજરાતની દહરયાઈ સીમાઓથી થઈ હતી.

બેટ દ્વારકાની આજુબાજુમાં અને કરાંચી સુધી અનેક નિર્જન ટાપુ આવેલા છે. આ ટાપુઓ મરીન ફોરેસ્ટ દ્વારા પ્રતિબંધિત છે. તેમ છતાં ખારા ચુસણા અને મીઠા ચુસણા ટાપુ પર ખૂબ વિશાળ દરગાહો તદન ગેરકાયદે રીતે છેલ્લા ૧૦ વર્ષમાં બનાવવામાં આવેલી છે અને ગેરકાયદે રીતે જેટી પણ બનાવેલી છે.

અસામાજિક પ્રવૃતિઓ

બેટ દ્વારકાના લઘુમતી હિન્દુ સમાજની બેન, દીકરીઓ લવજેહાદના ષડયંત્ર રૂપે મુસ્લિમો દ્વારા ભગાડી જવાની ઘટનાઓ પણ ખૂબ બને છે. હાલમાં જ વેલી માલમના ભાઈની દીકરી મજીદ જાડેજાના બેનનો દીકરો લઈ ગયો હતો. ખૂબ સંઘર્ષ કરી આ દીકરી પરત લાવવામાં આવી છે.

હિન્દુ દિનેશ જીવા રાઠોડે મુસ્લિમ દીકરી સાથે લગ્ન કર્યા હતા જેથી મુસ્લિમોના દબાણના કારણે દિનેશ જીવા અને તેમના પરિવાર દ્વારા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે. (આ ઘટનાને ૪ વર્ષ થયા છે.)

હિન્દુ ભાવેશ જગુભાઈ દ્વારા મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં મુસ્લિમોના દબાણના કારણે તેમણે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે.(આ ઘટના દોઢ વર્ષ પહેલાંની છે.)

મુસ્લિમો દ્વારા બેટ દ્વારકાના લઘુમતી હિન્દુ સમુદાય સાથે અસંખ્ય ઝગડાની ઘટનાઓ બનેલી છે. જે અંગે છેલ્લા ૫ વર્ષમાં ૨૦ જેટલી ફોજદારી ફરીયાદ નોંધાયેલી છે.

બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લિમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરિવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લિમોની અનેક દીકરીઓ બેટ દ્વારકામાં સાસરે છે.

ઓખાથી બેટ જવા માટે ૯૦ ટકા બોટો મુસ્લિમ સમુદાયની છે. જે લોકો હિન્દુ તહેવાર સમયે ભાડાં ચાર ગણા કરે છે અને ત્રણ કલાકમાં દર્શન કરી પરત ફરવા મજબુર કરે છે. જેથી હિન્દુઓ બેટ દ્વારકામાં આદી અનાદી કાળથી આવેલા જુનાં મંદીરોનાં દર્શને જઈ શકે નહીં અને મુસ્લિમો દ્વારા ઊભા કરવામાં આવેલાં ગેરકાયદે દબાણો વિશે માહિતી મેળવી શકે નહીં.

૨૦૦૫ ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારકાની અંદર માત્ર ૬ દરગાહો દેખાય છે. જ્યારે વર્ષ ૨૦૨૨ ના સેટેલાઈટ મેપમાં અને સ્થળ ઉપર અંદાજે ૭૮ દરગાહ, મજારો અને મસ્જિદ બની ગયેલી છે. જે દરિયા કાંઠે ઊભી થઈ હોય તેવું સ્પસ્ટ દેખાય છે. આ એન્ટી-નેશનલ એક્ટિવિટીનો મુખ્ય ભાગ છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો