ડિફેન્સ એક્સ્પો-2022 અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઍર શો યોજાયો
October 18, 2022
અમદાવાદઃ ગુજરાતમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો-2022 અંતર્ગત મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઍર શો યોજાયો હતો. આ ઍર શો માં જલ સેના, થલ સેના, વાયુ સેના અને DRDO ના વિવિધ દિલધડક સંરક્ષણ કરતબો તેમજ આધુનિક ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની ઓળખ આપતાં અનેકવિધ અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભારતને ડિફેન્સ મેન્યુફેકચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરતા આ ઉપકરણો અને અત્યાધુનિક સંરક્ષણ યુક્તિ પ્રયુક્તિઓ જોઇને ઉપસ્થિત સૌ પ્રેક્ષકો અને આમંત્રિતો મંત્રમુગ્ધ થયા હતા. ઍર શોમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
આ ઍર શો પ્રસંગે કૉમ્બેટ ફ્રી ફોલ, DRDO ના સ્વયં સંચાલિત કોસ્ટલ સર્વેલન્સ વ્હિકલ, સ્લિધરિંગ એકસરસાઈઝ, દુશ્મનની ચોકીઓનો નાશ, સારંગ હેલિકોપ્ટર , પાવર્ડ હેન્ડ ગ્લાઈડર, બેટરી પાવર્ડ સેલ્ફ પ્રોપેલ્ડ લાઇફ બોટ, ડૂબતા લોકોને બચાવવાની રીત – કોસ્ટ ગાર્ડ, નેવી કલિયરન્સ ડાઇવર્સ , ડાઇવર પ્રોપેલ્ઝન વ્હિકલ, દુશ્મનોના ઠેકાણાં નષ્ટ કરવા વગેરે જેવા અનેકવિધ ઓપરેશન અને ઉપકરણોના દિલધડક કરતબો આર્મી, નેવી અને એરફોર્સની વિવિધ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’