વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ડિફેન્સ એક્સ્પો 2022નો પ્રારંભ

ગાંધીનગરઃ  ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદઘાટન કરવામાં આવ્યું.

દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોઘન કરતા જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસ્વીર પ્રદર્શીત કરી રહ્યું છે જેનો સંકલ્પ આપણે અમૃત કાળમાં લીઘો છે. આમાં રાજયનો વિકાસ છે, રાજયનો સાથ પણ છે. આમાં યુવાનોની શક્તિ છે, યુવા સંકલ્પ છે,યુવા સાહસ પણ છે, યુવા સામાર્થ્ય છે. આ પ્રદર્શની વિશ્વ માટે આશા પણ છે. આપણા મિત્રો દેશો તરફથી સહયોગ મળી રહ્યો છે. આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા આવ્યા છે પરંતુ આ વખતનો ડિફેન્સ એક્સપો અભૂતપુર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતિક છે. આ દેશનું પહેલુ ડિફેન્સ એક્સ્પો છે જેમા માત્ર ભારતની કંપનીઓ જ ભાગ લઇ રહી છે, માત્ર મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણોની જ પ્રદર્શની છે. પહેલી વાર કોઇ ડિફેન્સ એક્સપોમાં ભારતની માટીમાંથી,ભારતના લોકોના પરસેવાથી બનેલ અનેકવિઘ ઉત્પાદનનો સમાવેશ છે. આજે લોખંડીપુરુષ સરદાર પટેલની ઘરતીથી આપણા દેશના વૈજ્ઞાનિકો,આપણા દેશના યુવાનોની તાકાત આજે દુનિયાની સામે આપણા નવા ભારતની તાકાતનો પરિચય આપશે. આ એક્સપોમાં 1300 થી વઘારે કંપનીઓએ ભાગ લીઘો છે જેમાં ભારતીય ઉદ્યોગ છે. MSME અને 100 થી વઘારે સ્ટાર્ટઅપ છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે પહેલી વાર 450 થી વઘારે MOU અને એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવશે. ભારત આજે ભવિષ્યના ભારતને આકાર આપી રહ્યુ છે ત્યારે ભારતના 53 આફ્રિકન મિત્ર દેશ ખભેથી ખભો મિલાવી આપણી સાથે છે. આ અવસર પર ઇન્ડિયા- આફ્રિકા ડિફેન્સ ડાયલોગ પણ આરંભ થવા જઇ રહ્યુ છે. ભારત અને આફ્રિકન દેશો વચ્ચે આ મિત્રતા,સબંઘ જૂના વિશ્વાસ પર નભે છે જે સમય સાથે વધુ મજબૂત થઇ રહ્યા છે. ગુજરાતની ધરતી કચ્છથી આફ્રીકા ગયેલ કામદારોએ પહેલી ટ્રેનના નિર્માણ કાર્યોમાં ખૂબ મહેનત કરી આધુનિક રેલ તૈયાર કરવામાં મહત્વની ભૂમિક નિભાવી હતી. આફ્રિકામાં આજે દુકાન શબ્દ કોમન છે. આ દુકાન શબ્દ ગુજરાતી છે. મહાત્માગાંધી જેવા વૈશ્વીક નેતા માટે ગુજરાત એમની જન્મ ભૂમિ હતી તો આફ્રિકા તેમની પહેલી કર્મ ભૂમિ હતી. કોરોના કાળમાં રસીને લઇ સમગ્ર દુનિયા ચિંતા કરતી હતી ત્યારે ભારતે આફ્રિકન મિત્ર દેશોને પ્રાથમિકતા આપી કોરોનાની રસી પહોચાડી.આજે રક્ષા ક્ષેત્ર સહોયગ અને સમન્વય બે દેશ વચ્ચેના સંબોધોને નવી ઉંચાઇ પર લઇ જશે. આ ડિફેન્સ એક્સપો ભારત પ્રત્યે વૈશ્વીક વિશ્વાસનું પ્રતિક છે. આ ડિફેન્સ એક્સપોથી ગુજરાતની ઓળખાણને નવી ઉંચાઈ મળી રહી છે. હુ આજે વિશ્વને વિશ્વાસ અપવવા માગું છું કે તમારી અપેક્ષાઓને પુરી કરવા માટે ભારત તમામ પ્રયત્નો કરશે,ભારત ક્યારેય પાછુ નહી પડે. આવનાર સમયમાં ગુજરાત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું એક મોટુ કેન્દ્ર બનશે. ભારતની સુરક્ષા અને સામર્થ્યમાં ગુજરાત ખૂબ મોટુ યોગદાન આપશે તેનો મને વિશ્વાસ છે. ગુજરાતનું બનાસકાંઠા અને પાટણ સૌર્ય શક્તિ અને સોલર એનર્જીનું કેન્દ્ર બનીને ઉભર્યુ છે તે જ બનાસકાંઠા અને પાટણ આજે દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે. કોઇ પણ સશકત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં સુરક્ષાના નિયમો શું હોય, સ્પેસ ટેકનોલોજી તેનો એક મોટુ ઉદાહરણ છે. આ ડિફેન્સ એક્સપો ભારતના યુવાનો માટે તેમના ભવિષ્ય માટે ખૂબ મોટી તક છે. ભારતની રક્ષા કંપનીઓ આજે ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વપુર્ણ હિસ્સો બની રહી છે. ભારતના તેજસ જેવા આધુનિક ફાઇટર જેટ પર રસ દાખવે છે તો આજે આપણી કંપની અમેરિકા,ઇઝરાયલ અને ઇટલી જેવા દેશોને રક્ષા ઉપકરણના પાર્ટ સપ્લાય કરી રહી છે. ભારતમાં બનેલ બ્રહ્મોસ મિસાઇલ તેની કેટેગરીમાં સૌથી ઘાતક અને આધુનિક ગણાય છે. કેટલાય દેશો માટે બ્રહ્મોસ મિસાઇલ તેમની મહત્વની પસંદ બન્યું છે. ભારતની ટેકનોલોજી પર દુનિયા ભરોસો કરે છે. ભારતની સેનાઓએ તેમની ક્ષમતાને સાબિત કરી છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારતે તેના રક્ષા ખરીદ બજેટમાં 68 ટકા ભારતની કંપનીઓ માટે નિર્ધારિત કર્યુ છે. ભારતની સેનાને પ્રગતીશીલ નેતૃત્વ મળ્યું છે.મને મારા દેશની યુવા શક્તિપર અતૂટ ભરોસો છે. સરકાર સાથે સેનાએ પણ નક્કી કર્યુ છે કે દેશની રક્ષા માટે સાઘનોની ખરીદીનો મોટો ભાગ દેશમાંથી બનેલ સાઘનોની ખરીદી કરશે. આજે દેશની યુવા શક્તિ વિશ્વ માટે આશાનું કેન્દ્ર બની રહ્યુ છે.

દેશના રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ડાયનેમીક લીડરશીપમાં ભારતનું રક્ષાક્ષેત્ર પુર્ણ સમર્થન સાથે રાષ્ટ્ર ,ગૌરવના પંથ પર અગ્રેસર છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપના સ્વપ્નને અનુરૂપ આ એક્સપોની થીમ પાથ ટુ પ્રાઇડ રાખવામાં આવી છે. આ ડિફેન્સ એક્સ્પો આકાંક્ષી ભારત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વઘી રહેલ ભારતનું એક વિશેષ પ્રતિક છે. ડિફેન્સ એક્સ્પો રાષ્ટ્ર ગૌરવનું,રાષ્ટ્રની શક્તિ,રાષ્ટ્રના સંકલ્પનું પ્રતિક છે. આ ડિફેન્સ એક્સ્પોમાં વિવિધ દેશનો ડિફેન્સ મંત્રીશ્રીઓ,સર્વિસ ચિફ અને ઓફિસરો ભાગ લઇ રહ્યા છે. આજે દેશ પાસે મોટા ઇન્ડસ્ટ્રિયલ હાઉસ છે જે ડિફેન્સ પ્રોજેકટ માટે કોમ્પીટ કરી રહ્યા છે અને મોટુ ઇનવેસ્ટમેન્ટ કરવા ઉત્સાહ દર્શાવ્યો છે. આજે દુનિયાના અનેક દેશોમાં આપણા ડિફેન્સ ગુડસ, સાઘનો ડિફેન્સ ટેકનોલોજી અને મિલેટ્રી ટ્રેનીગની વ્યવસ્થાનું સન્માન થઇ રહ્યુ છે. નેશનલ સિક્યોરિટી આપણા માટે સૌથી પ્રથમ પ્રાથમિકતા રહી છે. જલ,થલ,નભ આપણી સેનાનું શોર્ય અને પરાક્રમ સાક્ષી રહ્યા છે. આજે વડાપ્રઘાનશ્રીના વરદ હસ્તે મિશન ડેફ સ્પેસનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં ડિફેન્સ એક્સપો 2022ના ઉદ્ધાટનમા આપ સૌનું સ્વાગત કરતા આનંદની લાગણી વ્યકત કરુ છું. ગુજરાતને ડિફેન્સ એક્સપોની મેજબાની આપવા માટે વડાપ્રઘાનશ્રી અને દેશના રક્ષામંત્રીશ્રીનો આભાર વ્યકત કરુ છું. ગુજરાતની રક્ષા શક્તીની પ્રદર્શનીનું એક વૈશ્વિક મંચ ગુજરાતમાં નિર્મિત થયું છે. દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં ડિફેન્સ ઇકો સિસ્ટમના નિર્માણના સફળ પ્રયાસ કર્યા છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના વિદ્યાર્થીઓને કાઉન્ટર ટેરરિઝમ, કાઉન્ટર ઇમરજન્સી, ઇન્ટરનલ સિક્યુરિટી,સાયબર વોરફેર, સૈન્ય અને આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ જેવા વિષય પર શિક્ષણ આપવાનું તેમનું સપનું છે. દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં 2009માં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરીને દેશ અને રાજયના યુવાનોને ડિફેન્સ અને સિક્યોરિટી મેનેજમેન્ટ માટેનું શિક્ષણ લેવાની તક આપી.આ બંને યુનિવર્સિટી આજે NFSU અને RRU ના રૂપમાં ઉભરીના છે. ડિફેન્સ એક્સપો દ્વારા વડાપ્રઘાને ગુજરાતના ઘણા MSME ઉદ્યોગો માટે ક્ષમતા પ્રદર્શિત કરવાની તક આપી છે ગુજરાત દેશનું એક એવું સંવેદનશીલ રાજય છે જેની થલ,નભ અને જલ સિમા પડોશી દેશો સાથે જોડાયેલી છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 935 કરોડના ખર્ચે ડીસામાં એર ફિલ્ડનું પીએમ મોદી ભૂમિ પૂજન કરશે. એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત પાછલા 20 વર્ષોમાં ફાસ્ટ ટ્રેક વિકાસના માર્ગ પર અગ્રેસર છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો