ડિફેન્સ એક્સ્પોમાં ઇન્ડિયા પેવેલિયન દેશવિદેશના આગંતુકોમાં બની રહ્યું છે આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગરઃ   ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોમાં ‘ઇન્ડિયા પેવેલિયન’ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ખુલ્લું મૂક્યું હતું. આ પેવેલિયનમાં ભારતીય લશ્કરની ત્રણેય પાંખ ઉપરાંત ઇસરો અને ડીઆરડીઓ સહિત વિવિધ કંપનીઓ દ્વારા સુરક્ષા સાધનો અને ઉપકરણો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે. જે દેશવિદેશના ડેલિગેટ્સ અને મુલાકાતીઓમાં ખાસ્સુ આકર્ષણ જમાવી રહ્યા છે.

ચાલો માણીએ આ પ્રદર્શનનાં આકર્ષણોની એક ઝલક

 

View this post on Instagram

 

A post shared by DeshGujarat (@deshgujaratinsta)

કર્ણ કવચ –સંપૂર્ણ સ્વદેશી બનાવટના આ કવચમાં સૈનિકોના શરીરની સંપૂર્ણ સુરક્ષા માટેની આવશ્યક વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, બુલેટપ્રૂફ જેકેટ, બેલિસ્ટિક હેલમેટ, ટેક્ટિકલ ગ્લોવ્ઝ, ની પેડ્સ ઉપરાંત લેઝર ડેઝલર, મિનિ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સહિતનાં સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે.

પૂર્ણ કવચ દૃષ્ટિ ટેન્ક – આ ટેન્ક દિવસે તેમજ રાત્રે સંપૂર્ણ વિઝિબિલિટી સાથે 360 ડિગ્રીએ નજર રાખી શકે છે.

દક્ષ ડિફ્યુઝર – ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ડિફ્યુઝર બોમ્બ, મોર્ટારને ડિફ્યુઝ કરવામાં તેમજ બે કિમીની રેન્જમાં મિસાઇલના વહન માટે આ વાહન અત્યંત ઉપયોગી છે.

નેનો તથા માઇક્રો સેટ્લાઇટ્સ – ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલા અને યુદ્ધકળા તથા જમીન, પાણી અને વાતાવરણના અભ્યાસ માટે બનાવવામાં આવેલા IMS-BUS તથા ઇન્ડિયન-ભૂતાન સેટેલાઇટ તેમજ અન્ય નેનો સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ વ્યાવસાયિક, સરકારી, શૈક્ષણિક તથા એપ્લિકેશન્સમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો બની રહે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by DeshGujarat (@deshgujaratinsta)

તપસ(એડવાન્સ્ડ લોઇટરિંગ સિસ્ટમ) – આ યાન મારણ માટે ઉપયોગી છે.

આ સિવાય અહીં ભારતમાં વિકસાવવામાં આવેલી લાઇટ વેઇટ અને મિડિયમ રેન્જ ગન્સ, અનમેન્ડ ગાઇડેડ વ્હિકલ, વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટર, વિશિષ્ટ પ્રકારના રડાર, રાજસ્થાનના રણ વિસ્તારો અને પંજાબના સરહદી વિસ્તાર માટે ખાસ બનાવવામાં આવેલું માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ Mk-ll સહિત લશ્કરની વિવિધ પાંખો દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક હથિયારો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે વિશેષ આકર્ષણરૂપ બની રહ્યા છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો