વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ડેફ સ્પેસ લૉન્ચ કર્યું
October 19, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બુધવારે મહાત્મા મંદિર ખાતે ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મિશન ડેફ સ્પેસનું લોન્ચ કર્યું હતું.
શ્રી મોદીએ મિશન ડેફ સ્પેસ વિશે જણાવ્યું હતું કે આપણા ડિફેન્સ ફોર્સિસને ઇનોવેટિવ સોલ્યુશન્સ શોધવાની જરૂર છે કે જેથી સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ન રહે અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ન રહે. વડાપ્રધાને જણાવ્યું કે આ આપણું મિશન પણ છે અને વિઝન પણ.
ઉલ્લેખનીય છે કે PMના આત્મનિર્ભરતાના સંકલ્પને કારણે સંરક્ષણ આત્મનિર્ભરતા તરફ પણ ભારતની નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને સંરક્ષણ ઉત્પાદન માટે ટેક્નોલૉજીથી સજ્જ મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે. આઇડેક્સ સંરક્ષણમાં નવીનતા લાવવામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે.
અવકાશ એ યુદ્ધ માટેની અંતિમ સીમા છે અને રાષ્ટ્રીય સંરક્ષણની આગામી પેઢી માટે એક મહત્વનું પરિબળ છે. મિશન ડેફ સ્પેસનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ અને યુવા સાહસિકોના માધ્યમથી સંરક્ષણ એપ્લિકેશનો દ્વારા અવકાશમાં ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે કે જે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી ભારતના સર્વાંગી વિકાસમાં ઝડપ લાવવામાં પણ મદદ કરશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’