અમદાવાદમાં ૫૧૪ કરોડના ખર્ચે ખારીક્ટ કેનાલ ડેવલોપમેન્ટના બે પેકેજના કામોને મંજુરી આપવામાં આવી

અમદાવાદઃ   આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ ઓફિસ, નાણાં, વિભાગ તેમજ રોડ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રીક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપી છે.

પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ થયેલા કામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલ-૨૦૨૨ નું આયોજન કરવા તથા કાર્નિવલ દરમ્યાન કાંકરિયા ખાતે કાંકરિયા પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવાના કામને મંજુરી આપવામાં આવી.

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી પશ્ચિમ, મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડોમાં જુદા જુદા રસ્તાઓ પર મેન્ડેટરી, કોશનરી તથા ઇન્ફોરમેટીવ પ્રકારના સાઈન બોર્ડ, બોલાર્ડ, ફ્લેક્ષીબલ મીડીયન માર્કર તેમજ જુદા જુદા રસ્તાઓ ઉપર આવેલ જંકશનો ઉપર રેટ્રોરીફ્લેકટીવ પ્રકારના બાઈ લીન્ગુઅલ ડાયરેક્શન સાઈન બોર્ડ લગાવવાના કામ માટે કુલ રૂા. ૭૪ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડોમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જરૂરીયાત મુજબ આર.સી.સી. એપ્રોચ રોડ બનાવવા, ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવા, એલ.ટી.એચ.ટી રૂમ ઉપર વેધર શેડ બનાવવાના તથા અન્ય જરૂરીયાત મુજબનું રીપેરીંગ કામ કરાવવા, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન કરવાનાં તથા બ્રેક ડાઉન રીપેર કરવાના તથા જુદી જુદી જગ્યાએ મશીનહોલના કાસ્ટ આયર્ન સીટ કવર રીપેરીંગ કરવાના તેમજ ફીક્ષીંગ કરાવવા, ડ્રેનેજ લાઈન મેન્યુઅલી / સી.સી. ટીવી કેમેરાથી ચેક કરી સુપરસકર મશીનથી ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરાવવા, પાણીની લાઇન અપગ્રેડ કરવાની, ખોદાણ થયેલ ભાગમાં પેવર બ્લોક નાખવા, અખબારનગર અંડરપાસમાં ચોમાસાની સીઝનમાં ભરાતા વરસાદી પાણીને ભુર્ગભના જળ સ્તર ઊંચા આવે એ હેતુથી ભુર્ગભમાં ઉતારવા માટે રીચાર્જ બોરવેલ (પરકોલેટીંગ વેલ) બનાવવા માટે કુલ રૂા. ૪૭૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વધુમાં, ખારીક્ટ કેનાલના ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત પાંચ પેકેજ પૈકી પેકેજ-ર નવયુગ શાળા કેનાલ ક્રોસીંગથી નીધી પાર્ક સોસાયટી સુધી તથા પેકેજ-૩ નીધી પાર્ક સોસાયટી થી ઓઢવ ફાયર સ્ટેશન સુધી એમ કુલ-૨ પેકેજોમાં પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ અને કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષનું કામ કરવા તથા પેકેજની ૫૦% જેટલી લંબાઈમાં લીનીયર ગાર્ડન કરવાનું તથા આશરે ૫૦% લંબાઇમાં પાર્કીંગ કરવાનું આયોજન કરવા સહિતના કામો માટે કુલ રૂા. ૫૧૪૦૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલા કામમાં મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણની કામગીરી માટે ૧૦૦ નંગ પોર્ટેબલ નેપસેક ફ્રેમ કોલ્ડ ફોગીંગ મશીન ત્રણ વર્ષના કોમ્પ્રેહેન્સીવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સાથે ખરીદ કરવા માટે કુલ રૂા. ૨૬૫ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.

રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી પૂર્વ, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં Annual Rate contract for Gardening work of 8 Hrs, shift ના કામ માટે, ગાર્ડન પ્લોટ ફરતે તેમજ અન્ય જગ્યાઓએ આવેલ હયાત કંપાઉન્ડ વોલ રીપેરીંગ તેમજ જરુરીયાત મુજબ નવીન કંપાઉન્ડ વોલ તેમજ ગ્રીલ બનાવવા, Supply of saplings Of Tree Plants ના કામ માટે, Supply of tractor with trolly including four labours ના કામ માટે, અ.મ્યુ.કો. સંચાલીત વિવિધ સ્નાનાગારોમાં બે વર્ષ માટે અધિકારી કમ કોચ (પુ), આસી. સ્વીમીંગ કોચ (પુ), તેમજ પાર્ટ ટાઇમ આસી. સ્વીમીંગ લેડીઝ કોચ પુરા પાડવા માટે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવાના કામ માટે એમ કુલ મળી રૂા. ૧૯૪૬ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ઉપરાંત, મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઈઝ કમિટી દ્વારા રજૂ થયેલી ૪૫૦ એમ.એમ.ડાયાની ડી.આઈ. પાઇપ વીથ રબર રીંગ- ૫૦૦૦ મીટર ખરીદ કરવા માટે કુલ રૂા. ૪૧૬ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.

દેશ ગુજરાત