વડોદરામાં તોફાનીઓએ પોલીસ ઉપર પેટ્રોલ બોંબ ફેંક્યા

વડોદરાઃ  વડોદરામાં વધુ એક વખત હિન્દુ તહેવારને હિંસામાં ખરડીને તેને કલંકિત કરવાનો પ્રયાસ થયો હતો. અને તેમાં સૌથી આઘાતજનક વાત એ છે કે, પથ્થરમારો કરી રહેલા તત્વોને નિયંત્રણમાં લેવા માટે પહોંચેલી પોલીસ ઉપર જ એ તત્વોએ પેટ્રોલ બોંબ ફેંક્યો હતો. દિવાળીની સાંજે બનેલા આ બનાવમાં અત્યાર સુધીમાં 19 તોફાનીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

મૂળ ઘટના એવી છે કે, દિવાળી નિમિત્તે હિન્દુઓ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો. આ તત્વો માત્ર પથ્થરમારો કરીને અટક્યા નહોતા પરંતુ દુકાનોમાં પણ લૂંટફાટ કરી હતી.

ફટાકડા ફોડી રહેલા હિન્દુઓ ઉપર પથ્થરમારો થયો હોવાના સમાચાર મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આ તોફાની તત્વોએ સીધો પોલીસ ઉપર પણ પેટ્રોલ બોંબ ફેંક્યો હતો. જોકે એ નિશાન ચૂકી જતાં કોઈ પોલીસને ઈજા થઈ નહોતી.

આ બનાવ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બન્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમુક સમુદાયના લોકો દિવાળીનો તહેવાર બગાડવા માગે છે તેવી જાણકારી સ્થાનિક હિન્દુ અગ્રણીઓને મળી હતી અને તેથી પૂરી તકેદારી લેવામાં આવી રહી હતી છતાં એ તત્વોએ જાણી જોઇને વિવાદ ઊભો કરીને ટોળાબંધી કરી પથ્થરમારો કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો